લોકો અટવાયાં:વડવા ગામને જોડતા કોતરના રસ્તા પરના ડાયવર્ઝનનું ધોવાણ થતાં લોકો અટવાયાં

ગરબાડા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જો કે માર્ગ મકાન પંચાયત દ્વારા ગણતરીના કલાકોમાં રિપેરિંગ કરી રસ્તો ચાલુ કરાયો
  • ​​​​​​​રસ્તાનું ધોવાણ ​​​​​​​થતાં ગામ સંપર્કવિહોણું બન્યુ હતું

જેસાવાડાથી વડવાને જોડતો એકમાત્ર રસ્તામા આવેલ કાતળિયાકોતર નવીન બ્રિજ બનવાનું શરૂ થતા ત્યાં બનાવેલ ડાઈવરજનનું નાળાનું વરસાદ પડવાથી કોતરમાં પાણી આવતા ધોવાણ થતા વડવા ગામ સંપર્ક વિહોણું બન્યું હતું. લોકોની રાહત માટે માર્ગ મકાન પંચાયત દ્વારા ગણતરીના કલાકોમાં સમારકામ કરી રસ્તો ચાલુ કરતાં રાહત મળી છે.

વડવા ગામની અંદાજે 7000 વસ્તી છે. જેને જોડતા મુખ્ય રસ્તામાં કાતળિયા કોતર પર નાળાનું ધોવાણ થતા લોકો હેરાન થયાં હતા. ગામના આગેવાનો દ્વારા માર્ગ મકાન વિભાગ પંચાયતની જાણ કરતાં જ ગણતરીના કલાકોમાં કોતરમાં નાળુ નાખી મેટલ નાખી સમારકામ કરી વાહનવ્યવહાર ચાલુ કર્યો હતો. સરકાર દ્વારા આ કોતર પર નવીન બ્રિજ બનાવવાનું પણ શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ ઈજારેદાર અધૂરું કામગીરી કરીને છોડી દેતા વડવા ગામજનોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. તંત્ર દ્વારા વહેલીતકે આ બ્રિજ પૂર્ણ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...