ધરપકડ:બોરીયાળીમાં પોપટથી ભવિષ્ય બતાવવાનો ઢોંગ કરતા 2 ઝબ્બે

ગરબાડા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પોપટ સાથે ઝડપાયેલા યુવકો. - Divya Bhaskar
પોપટ સાથે ઝડપાયેલા યુવકો.
  • પોપટથી રાશિ ભવિષ્ય બતાવવાનો ઢોંગ કરીને પૈસા લૂંટતા હતાં

ગરબાડા તાલુકાના બોરીયાળા ગામમાં રાસ પોપટથી રાશિ ભવિષ્ય બતાવવાનું ઢોંગ કરીને ગરીબ પ્રજા પાસેથી પૈસા લૂંટાતા ઈસમો ને પકડી પાડવામાં આવ્યા હતા. બાતમી મળતા ગરબાડા તાલુકા ઓલ એનિમલ રેસ્ક્યુ ટીમ તથા રિહેબીલેટ ટ્રસ્ટ દાહોદ ને માહિતી મળી હતી જે માહિતી મળતાની સાથે ગરબાડા તાલુકા આર એફ ઓ એમ.એલ બારીયા ને જાણ કરવામાં આવી હતી જેથી બાતમી ના આધારે ઓલ એનિમલ રેસ્ક્યુ ઘટનાસ્થળે પહોંચી અને બંને આરોપીઓને રંગે હાથે ઝડપી પાડયા હતા.ગરબાડા રેન્જ ફોરેસ્ટ ઓફિસ પર પકડી લાવી અને બન્ને ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...