આક્રોશ:મોહણખોબ પાણી પુરવઠા યોજનામાં અસામાજિકોએ ભંગાણ કરતા આક્રોશ

ગરબાડા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામ પંચાયત દ્વારા પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી હતી

ગરબાડા નગરને પાણી પૂરું પાડતી મોહણખોબ પાણી પુરવઠા યોજના માંથી ગામને આશરે પાંચ કિલોમીટર લાંબી પાઈપો નાખી પાણી પૂરું પાડવામાં આવે છે.ગરબાડા નગરમાં પાણી પુરતા પ્રમાણમાં આ યોજના દ્વારા પૂરું પાડવામાં આવે છે. પણ આ યોજનાની લાઈનોમાં વર્ષોથી અસામાજિક તત્વો દ્વારા વારે ઘડીએ લાઇનમાં ભંગાણ કરવામાં આવે છે. અનેક વાર ગામ પંચાયત દ્વારા હજારો રૂપિયાનો ખર્ચ કરી રીપેરીંગ કરવામાં આવે છે પણ થોડાક જ દિવસમાં ફરી બીજીવાર બીજી જગ્યાએ કાંણા પાડી લાઈનો તોડી નાખવામાં આવે છે.

આનાથી ત્રસ્ત થઇ ગ્રામ પંચાયત દ્વારા પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરવામાં આવી છે અને લાઈનો તોડનાર ને પકડી પાડવા માટે અરજીઓ કરવામાં આવી છે .ગ્રામ પંચાયત દ્વારા વારે ઘડીએ હજારોનો ખર્ચ કરી ગ્રામજનોને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડે છે. પણ વારેઘડીએ ભંગાણ થતાં ગ્રામ પંચાયત પર વધારવાનો આર્થિક ખર્ચ ભોગવવો પડી રહ્યો છે. આ ઘટનાથી પ્રજામાં પણ રોષની લાગણી ફેલાઇ છે.

અન્ય સમાચારો પણ છે...