ગરબાડાેના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 15 સગર્ભા મહિલાઓની પ્રસૂતિ એક જ રાતમાં કરી છે, આનંદની વાત એ હતી કે તમામ ડિલિવરીઓ નોર્મલ કરાઇ છે અને માતા અને બાળક બંને સ્વસ્થ છે. સામાન્ય રીતે અહીં સરેરાશ રાતના 7-8 ડિલિવરીઓ કરે છે. જ્યારે ગુરુવારે એક જ રાતમાં 15 સગર્ભાની નોર્મલ ડિલીવરી એ પણ કોઇ જાતના કોમ્પલિકેશન વગર પાર પાડવી તે અહીંના મીડવાઇફ-નર્સ પ્રેક્ટિશનર સોનલ ડામોર સહિતના સ્ટાફ માટે અભિનંદનને પાત્ર છે. સગર્ભા મહિલાઓ માટે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડિલિવરી સહિતની તમામ આરોગ્ય સુવિધા પ્રાપ્ત થઇ છે.
ગરબાડાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગત તા. 6 મેએ 15 સગર્ભા મહિલાની હેમખેમ પ્રસૂતિ કરાઇ હતી. તમામ નોર્મલ ડિલિવરી તેમજ મા-બાળક પણ સ્વસ્થ છે. અહીંના નર્સ પ્રેક્ટિશનર-મીડવાઇફ સોનલ ડામોરે જણાવ્યુ હતું કે, અહીંના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દર મહિને 200 જેટલી ડિલિવરીઓ કરાવે છે. સામાન્ય રીતે સરેરાશ 7 થી 8 ડિલિવરીઓ રોજ રાતે કરે છે. પરંતુ ગત રાતે 15 જેટલી સગર્ભા મહિલાઓની ડિલિવરી કરી હતી. જે અહીંના સ્ટાફની મદદ અને મેડિકલ ઓફિસર આર.કે. મહેતાના માર્ગદર્શનમાં સફળતાપૂર્વક કરી શકાઇ હતી. કોઇ જ કોમ્પલીકે્શન્સ નથી અને તમામ સ્વસ્થ છે.
1 વર્ષમાં 63563 પ્રસૂતિ કરાવાય છે
વાર્ષિક 63563 પ્રસૂતિ થાય તે પૈકી 36230 સરકારી સંસ્થામાં કરાવાય છે. એટલે કે 57 ટકા પ્રસૂતિ કરાવે છે. 18 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો આવેલા છે.કેટલાક આરોગ્ય કેન્દ્રો ખાતે માસિક 10થી લઇને 200 જેટલી અંદાજીત પ્રસૂતિ કરાવાય છે. દર માસે 50થી વધુ પ્રસૂતિ આફવા, કદવાળ, બિલવાણી, ગાંગરડી, બોરવાણી, ભાઠીવાડાના આરોગ્ય કેન્દ્ર ખાતે કરાવાય છે.
3794 માતાને 2.27 કરોડની સહાય
સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે આરોગ્યને લગતી સેવાઓ આપે છે. કતવારા સીએચસી ખાતે સીઝીરીયન ડિલિવરી તથા સ્ત્રીરોગને લગતાં ઓપરેશન કરે છે. પ્રધાનમંત્રી માતૃવંદના યોજના હેઠળ 3794 માતાઓને રૂા. 2.27 કરોડથી વધુની સહાય આપવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.