રોજગાર માટે પ્રયાણ:ગરબાડા-ગાંગરડી પંથકમાંથી હજારો શ્રમજીવીઓની હિજરત, સૌરાષ્ટ્ર, કાઠિયાવાડ અને બીજા મોટા શહેરો તરફ રોજગારી માટે પ્રયાણ

ગરબાડા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગાંગરડી બસ સ્ટેશન પર સૌરાષ્ટ્રની બસોનો ખડકલો. - Divya Bhaskar
ગાંગરડી બસ સ્ટેશન પર સૌરાષ્ટ્રની બસોનો ખડકલો.
  • પંથકમાંથી રોજની 18 બસો સૌરાષ્ટ્ર તરફની ભરાય છે
  • મધ્ય પ્રદેશના મજુરોનો પણ ગરબાડામાં જ ખડકલો

દિવાળીનો તહેવાર પત્યા પછી ગરબાડા પંથકમાંથી સૌરાષ્ટ્ર અને કાઠીયાવાડ માં મજુરી માટે શ્રમજીવીઓ ફરીથી હીજરત કરતા જોવા મળી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગરબાડા-ગાંગરડી પંથકમાંથી દરરોજની 18 જેટલી બસોમાં ભરાઇને શ્રમજીવીઓ ગુજરાતના વિવિધ શહેરોમાં જઇ રહ્યા છે. ગરબાડા તાલુકાની અડીને આવેલી મધ્યપ્રદેશની સરહદ પરના લોકો પણ મજુરી માટે ગુજરાત તરફ પ્રયાણ કરતા હોય છે. હાલમાં પરગામોમાં જવા માટે મધ્ય પ્રદેશના સરહદી ગામના લોકો માટે ગરબાડા અને ગાંગરડી મુસાફરી માટેનું એપીસેન્ટર બન્યુ છે.

ગરબાડા પંથકના લોકો સાથે મધ્ય પ્રદેશના લોકો પણ હોવાથી લાંબા રૂટની બધી જ બસો હાઉસફુલ જઇ રહી છે. ગ્રામ્ય વિસ્તારના લોકો પણ હવે રિઝર્વેશન કરતા થતાં બધી જ બસો ફૂલ થાય છે. કેટલાંક લોકો દાહોદમાં રિઝર્વેશન કરાવીને ત્યાંના બસ સ્ટેન્ડથી પોતાના ગંતવ્ય સ્થળે જઇ રહ્યા છે. ગરબાડા વિસ્તારમાં સિંચાઈની પુરતી સુવિધાનો અભાવ હોવાને કારણે સ્થાનિક કક્ષાએ રોજગારી ના મળતા લોકો સૌરાષ્ટ્ર, કાઠીયાવાડ અને બીજા મોટા શહેરો તરફ રોજગારી માટે જાય છે.

અન્ય સમાચારો પણ છે...