તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:દારૂ સાથે જેસાવાડાનાે બૂટલેગર ઝડપાયો

ગરબાડા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 2.96 લાખનો મુદ્દામાલ કબજે લેવાયો

જેસાવાડાના પીએસઆઇ તથા સ્ટાફ પેટ્રોલીંગમાં હતા. ત્યારે બાતમી મળી હતી કે જેસાવાડા ગામના ડુંગરી ફળિયામાં રહેતો નિકુંજ ઉર્ફે પિન્ટુ સનીયા કટારા સેજાવાડાના દારૂના ઠેકા પરથી ભરાવી આપેલો દારૂ છૂટક વેચાણ કરવા માટે સ્કોર્પીઓમાં લઇને આવી રહ્યો છે. જેના આધારે વોચ ગોઠવી સ્કોર્પીઓ ગાડી આવતાં તેને ગાડી ઉભી રાખવાનો ઇશારો કરતાં ચાલક નિકુંજ કટારાએ ગાડી ઉભી રાખી હતી.

ડ્રાઇવરને નીચે ઉતારી ગાડીમાં તલાસી લેતાં તેમાંથી દારૂ તથા બિયરની પેટીઓ નંગ 40 જેમાં કુલ બોટલ નંગ 960 જેની કિંમત 96,000ની મળી આવી હતી. દારૂ તથા 2,00,000 કિંમતની ગાડી મળી કુલ 2.96 લાખનો મુદ્દામાલ સાથે બુટલેગર નિકુંજ ઉર્ફે પિન્ટુ સનીયા કટારાની ધરપકડ કરી હતી. બુટલેગર તથા દારૂ ભરાવી આપનાર સેજાવાડાના ઠેકા ઉપર કામ કરતાં એક વ્યક્તિ મળી બે સામે જેસાવાડા પોલીસે ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો