દાહોદ જિલ્લાની 21 લાખની કુલ વસતીમાં 15.83 લાખ મતદારો છે. આશરે 2.37 લાખ હાલમાં રાજ્યના વિવિધ શહેરોમાં મજુરી માટે છે. આ ગેરહાજરીની ચૂંટણીમાં અસર પડે તેવી શક્યતા છે. જિલ્લામાં મોટા ઉદ્યોગોનો અભાવ અને વરસાદ આધારિત ખેતીને કારણે અહીંની આદિવાસી પ્રજાને પેટિયું રળવા માટે હિજરત કરવી પડે છે. દરેક મતદારોમાંથી 15થી 20 ટકા મતદારો અન્ય જિલ્લામાં હિજરત કરતાં હોવાનો અંદાજ છે.નોડલ અધિકારીએ કહ્યું કે,સવેતન રજા મળે અને મત આપવા આવી શકે તે માટે કોન્ટ્રાકટરો સાથે ચર્ચા થઇ રહી છે.
10 ટકા લોકો જ પરત આવશે
પાટિયાના અમરસિંગ પરમાર કહે છે કે, ગામમાં 4,800 જેટલા મતદારોમાંથી આશરે 3 હજાર વિવિધ શહેરોમાં છે. માંડ 10 ટકા પરત આવશે તેવું લાગી રહ્યું છે. સિંચાઇની સુવિધા નહીં હોવાથી લોકોને સ્થળાંતર કરવું પડે છે. માળ મોહણિયા ફળિયાના મનુભાઇ કહે છે કે, બાળકો અને હું જ ઘરે છીએ. બાકી બધા મજૂરી માટે ગયેલા છે.
ઘણાં ગામો અડધા ખાલી
ભે ગામમાં 13 ફળિયામાં 8,400ની વસતી છે. 4,500 મતદારો છે. હાલમાં 2 હજારથી વધુ મજૂરી માટે ગયા છે. શાળાઓનું પ્રમાણ વધતાં અહીં ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો છે. પાટિયા ગામમાં 11 ફળિયામાં 7,800ની વસતી છે. 4,800 મતદારો છે 3,000 લોકોએ સ્થળાંતર કરેલું છે. નઢેલા ગામમાં 12 ફળિયામાં 8,500નું વોટિંગ છે. 3 હજાર લોકો બહાર છે.
કઇ બેઠકમાં કેટલા મતદારો બહાર?
વિધાનસભા | સ્થળાંતરિત મતદાર |
ફતેપુરા | 38,196 |
ઝાલોદ | 40,705 |
લીમખેડા | 33,424 |
દાહોદ | 41,765 |
ગરબાડા | 43,546 |
દે.બારિયા | 39,912 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.