ભાસ્કર વિશેષ:ગાંગરડીનું બસ સ્ટેશન જર્જરિત હાલતમાં, પોપડા ઉખડી ગયા અને કાટ ખાધેલા સળિયા દેખાયા

ગરબાડા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સંબંધીત વિભાગની બેદરકારી ક્યારેક આકસ્મિક ઘટના સર્જી શકે છે

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાનું ગાંગરડી ગામના એસ.ટી. વિભાગના બસ સ્ટેશન ઉપર સ્થાનિક વિસ્તારની મુસાફરી માટે વાગમન કરતી પ્રજા બસની રાહ જોઈને બસ સ્ટેશનમાં બેસે છે. આ શ્રમજીવી મુસાફરો બસ સ્ટેન્ડ સ્થળે ઉભી રહેતી બસોમાં બેસી ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં મજૂરી કામ અર્થે મુસાફરી કરીને બહાર ગામ જાય છે.

ગાંગરડીના બસ સ્ટેશનની વર્તમાન પરિસ્થિતિ મુજબ બસ સ્ટેશન અત્યંત જર્જરિત સ્થિતિમાં ભાસી રહ્યું છે. જેમાં બસ સ્ટેશનની છત ધાબાના પ્લાસ્ટરના પોપળા ઉખડી જતાં કાટ ખાધેલા અને ક્ષતિગ્રસ્ત એવા લોખંડના સળિયા પણ બહાર આવી ગયેલા જોવા મળી રહ્યા છે. બસની રાહ જોઇને બસ સ્ટેશનમાં બેસી રહેતા મુસાફરો ગમે ત્યારે પણ આકસ્મિક ઘટનાનો ભોગ બની શકે તેવી સ્થિતિ જર્જરીત બસ સ્ટેશનના કારણે સર્જાઇ શકે છે. ત્યારે એસ.ટી. વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી જર્જરીત બનેલા ગાંગરડી બસ સ્ટેશનનું સમારકામ હાથ ધરવામાં તે ઇચ્છનિય છે.

રિનોવેશન કરવું જરૂરી
બસ સ્ટેશન જ્યારથી બન્યું છે ત્યારથી લઈ ને આજ દિન સુધી કોઈપણ પ્રકારની રીપેરીંગ કે રીનોવેશનની કામગીરી કરવામાં આવી નથી. એસ.ટી. વિભાગ દ્વારા બસ સ્ટેશનની જર્જરિત સ્થિતિનું અવલોકન કરી સમારકામ હાથ ધરવામાં આવે અથવા તો અદ્યતન નવું બસ સ્ટેશન બનાવવામાં આવે તો મુસાફરોને અનેકવિધ સુવિધાઓ પ્રાપ્ત થઇ શકે છે. > સ્થાનિક ગ્રામજનો, ગાંગરડી

અન્ય સમાચારો પણ છે...