હુમલો:છરછોડામાં ‘રસ્તામાં કેમ બેઠા છો’ કહી બે સાથે મારામારી

ગરબાડા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાઇપ મારી હાથને ફ્રેક્ચર કર્યું, બીજાને લાકડી મારી ઇજા કરી
  • હુમલાખોરો વિરુદ્ધ જેસાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના છરછોડા ગામના ગજાનંદભાઇ માનસીંગભાઇ બારીયા તથા ધાનપુરના કાલિયાવડના અરવિંદભાઇ રાયસીંગભાઇ ભાભોર બન્ને જણા ઘર નજીક બારના કુવા ચોકડી ઉપર રોડ ઉપર બેઠા હતા. તે દરમિયાન નઢેલાવ ગામનો વિજયભાઇ માનસિંગભાઇ ભુરીયા ટ્રેકટર લઇને આવ્યો હતો અને કહેવા લાગેલ તમે રોડ ઉપર કેમ બેઠા છો સાઇડમાં રહો તેમ કહી ગમે તેમ ગાળો બોલી ઉશ્કેરાઇ જઇ ટ્રેક્ટર ઉભી રાખી હાથમાં લોખંડનો સળિયો અરવિંદભાઇને ડાબા હાથે મારી ઇજા કરી ફ્રેકચર કર્યુ હતું.

આ દરમિયાન બુમાબુમ કરતાં હીમસીંગભાઇ બચુભાઇ માવી તથા રાજુભપાઇ ચતુરભાઇ ભુરીયા હાથમાં લાકડી લઇ ગજાનંદભાઇને શરીરે લાકડીથી માર માર્યો હતો. તેમજ ફતીયાભાઇ રતનાભાઇભુરીયાએ છુટ્ટા પથ્થરો મારી અરવિંદભાઇને માથામાં ઇજા પહોંચાડી હતી. તેમજ ચારેય જણાએ ભેગા મળી ગડદાપાટુનો માર મારી ઇજા પહોંચાડી હતી. આ સંદર્ભે માનસિંગભાઇ ઝીથરાભાઇ બારિયાએ હુમલાખોરો વિરૂદ્ધ જેસાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...