બાળભોગથી બાળકોનો ભોગ લેવાશે:ગરબાડાની ICDSના ગોડાઉનમાંથી જીવાત પડેલા એક્સપાયર્ડ 200 પેકેટ મળ્યા

ગરબાડા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગરબાડામાં ICDSના ગોડાઉનમાંથી એક્સપાઇરી ડેટના બાલ શક્તિના પેકેટના બોરીઓ મળી આવી. - Divya Bhaskar
ગરબાડામાં ICDSના ગોડાઉનમાંથી એક્સપાઇરી ડેટના બાલ શક્તિના પેકેટના બોરીઓ મળી આવી.
  • ગરબાડામાં 50થી વધુ આંગણવાડી ખાતે બાળકોને બાળભોગ અપાય છે
  • 20 થેલામાંથી 200 ઉપરાંતના પેકેટો મળી આવતા પંથકમાં ચર્ચાનો વિષય
  • જુદા-જુદા મહિને એક્સપાયર થયા હતા પેકેટ : કેટલાંકમાં કીડા પડી ગયા
  • ​​​​​​સરકારને નુકસાન સાથે બાળકોને મળવો જોઇતો આહાર ના મળ્યો
  • જે તે સમયે બાળકોને બાલશક્તિ, પૂર્ણશક્તિ અને માતૃશક્તિના પેકેટ આપવામાં ના આવ્યા તે પ્રશ્ન

દાહોદ જિલ્લાના ગરબાડા નગરમાં આવેલી ICDS શાખાની ઓફિસ નીચેના ગોડાઉનમાંથી 20 થેલા મળ્યા હતાં. આ થેલાઓમાંથી આંગણવાડીના બાળકોને પોષણયુક્ત બનાવવા માટે આપવામાં આવતાં બાલશક્તિ,પૂર્ણ શક્તિ અને માતૃશક્તિના એક્સપાયર થયેલા 200 પેકેટ મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો.

એક્સપાયર થયેલા પેકેટો જુદા-જુદા મહિનાના હોવાનું જોવા મળ્યુ હતું. આંગણવાડીઓના બાળકોને આ જથ્થો નહીં આપી સંગ્રહી રાખતાં તે નકામો બન્યો હોવાની ચર્ચાઓ ચાલતી સાંભળવા મળી હતી. દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં ઘટક 1 અને ઘટક 2 માં અંદાજિત 50થી વધારે આંગણવાડી આવેલી છે. આંગણવાડીઓ પર બાળકો માટે જે તૈયાર નાસ્તો આપવામાં આવે છે તે એજન્સી દ્વારા સપ્લાય કરવામાં આવે છે. આઈસીડીએસ શાખાની નીચે આવેલા ગોડાઉનમાંથી 20 થેલા મળી આવ્યા હતાં. તેમાંથી આંગણવાડીના બાળકોને પોષણયુ્ક્ત બનાવવા માટે આપવામાં આવતાં બાલશક્તિ,માતૃશક્તિ,પૂર્ણ શક્તિ નાસ્તાના 200 પેકેટ એક્સપાયરી ડેટ વાળા મળી આવ્યા હતાં.

એક સાથે મળી આવેલા આ પેકેટો જુદા-જુદા મહિનાના જોવા મળ્યા હતાં. જેથી કહી શકાય કે બાળકોને ન આપી જથ્થો આમ જ પડ્યો રાખવામાં આવતો હતો. એક્સપાયર થયેલી બેગો પૈકીની કેટલીક બેગોમાં તો કીડા પણ પડી ગયેલા જોવા મળ્યા હતાં. ​​​​​​​ઉલ્લેખનિય છે કે, એક્સપાયર થયેલો જથ્થો બાળકોને આપવામાં ન આવે તે સ્વાભાવિક છે પરંતુ એક્સપાયર પેકેટ મળી આવતા જે તે વખતે એજન્સી દ્વારા આંગણવાડીઓ પર આ નાસ્તાનો સપ્લાય નહીં કરીને બાળકોને વંચિત રખાયા હોવાનું ફલિત થઇ રહ્યું છે. આવી જૂની પડેલી નાસ્તાની બેગો સંઘરી રાખવા પાછળનો હેતુ પણ અનેક પ્રશ્નાર્થો સર્જી રહ્યો છે. ગરબાડા નગરમાં ચર્ચાનો વિષય બનવા સાથે આ ઘટના તપાસનો વિષય બનની છે.

અન્ય સમાચારો પણ છે...