હૃદયકંપી ઘટના:મિનાકયાર બોર્ડર નજીક બસ નીચે દબાતાં ડ્રાઇવરનું મોત

ગરબાડા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પંચર પડતાં ચઢાવેલુ જેક છટકી જતાં હૃદયકંપી ઘટના બની

ગરબાડા તાલુકાની મીનાક્યાર નજીક મધ્યપ્રદેશ પરિવહનની એક પેસેન્જર બસ પંચર પડતા જેક ચડાવતી વખતે જેક છટકી જતા ડ્રાઇવરનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક વ્યક્તિને ઇજા પહોંચતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા પરિવારના લોકોને બોલાવી ડ્રાઇવરને બસની નીચે જેસીબી મદદથી બહાર કાઢયો હતો. પોલીસ ઘટના સ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મધ્યપ્રદેશથી ગરબાડા તરફ આવનાર મધ્યપ્રદેશ પરિવહન બસની કબાની તૂટી ગઇ હતી.

બસના ડ્રાઇવર જેક ચઢાવતા દરમિયાન 3 જેક પૈકી એક જેક છટકી જતા વજનદાર બસ ડ્રાઇવરના ઉપર પડી ગઈ હતી. બસ નીચે દબાઈ જતા ડ્રાઇવરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક વ્યક્તિને ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જેમાં ડ્રાઈવરને બસની નીચેથી કાઢવા માટે જેસીબીની મદદ લેવાઈ હતી. જેમાં જેસીબી દ્વારા ડ્રાઇવરને કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

અન્ય સમાચારો પણ છે...