પાણીની લાઇનમાં ભંગાણ:ગરબાડાની હાઉસ કનેક્શનની લાઈનો નાખતી વખતે ભંગાણ

ગરબાડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ગરબાડામાં પાણી પુરવઠાની નવી લાઇનમાં ભંગાણ સર્જાતા ફુવારા ઉડયા. - Divya Bhaskar
ગરબાડામાં પાણી પુરવઠાની નવી લાઇનમાં ભંગાણ સર્જાતા ફુવારા ઉડયા.
  • આજુબાજુના ખેતરોમાં ચારેતરફ પાણીની રેલમછેલ થઇ
  • હાફેશ્વરની નવી લાઈનમાં ભંગાણ : પાણીના ફૂવારા ઉડયા

ઉનાળામાં પાણી માટે લોકો ઠેર-ઠેર વલખાં મારી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા નલ સે જલ યોજના ને વહેલી તકે પૂરી કરવા માટે ગામોમાં ઝડપભેર કામો પણ ચાલી રહ્યા છે ત્યારે આજે ગરબાડામાં પણ વાસ્મો દ્વારા ગરબાડા નગરના અનેક ફળિયામાં પાણીની સપ્લાય માટેની લાઈનો નાખાવામા આવીરહી છે. ત્યારે આજે બપોરે નવા નવાતરીયા ફળિયામાં થઈને પાણી પુરવઠા દ્વારા નાખવામાં આવેલી મેનલાઇનમાં અચાનક પાણીના ફુવારા ઉડવા લાગ્યા હતા. આજુબાજુના ખેતરોમાં ચારે તરફ પાણી રેલમછેલ થઈ ગયું હતું.

ભંગાણ સર્જાતા પાણી પુરવઠા વિભાગને તેની જાણ કરવામાં આવી હતી અને લાઇન બંધ કરી દેવામાં આવી હતી.પાણી બંધ થતાં ખબર પડી કે આ મેનલાઈન ની ઉપર નલ સે જલ યોજના ના કોન્ટ્રાક્ટર દ્વારા પાણી સપ્લાય માટે ની લાઈનો નાખતી વખતે રાત્રીના સમયે જેસીબી દ્વારા લાઇનમાં તોડી નાખવામાં આવી હતી, ભંગાણ કરી અને ઉપર માટી વાળી દેવામાં આવી હતી.પરંતુ આજે મેન લાઈનનુ ટેસ્ટિંગ લીધું ત્યારે પાણીના ફુવારા ઉડવા લાગ્યા હતા.જેની જાણ પાણી પુરવઠા વિભાગને જાણ કરતા લાઈન બંધ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...