9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ તરીકેની ઉજવણી તમામ તાલુકા મથકે રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું. તેના ભાગરૂપે આજે ગરબાડા માધ્યમિક શાળાના મેદાનમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. ગુજરાત રાજ્ય પુરવઠા નિગમના ચેરમેન રાજેશભાઇ પાઠકની અધ્યક્ષતામાં ગરબાડા ખાતે આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આદિવાસી દિવસના પર્વની ઉજવણીનું આમંત્રણ સ્થાનિક ધારાસભ્યને આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમ સ્થળે સ્થાનિક ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિઆને પોલીસ દ્વારા તેમને અટકાવવામાં આવ્યા હતા. ધારાસભ્ય દ્વારા રજૂઆત કરી કે મને આમંત્રણ છે છતાં મને કેમ રોકો છો તેઓ સભા મંડપમાં પહોંચી અને કાર્યક્રમના આયોજકોને રજૂઆત કરતા કાર્યક્રમમાં સોંપો પડી ગયો હતો. થોડાક સમયમાં જ ધારાસભ્ય સભામંડપ છોડી જતા રહ્યા હતા. કાર્યક્રમમાં તાલુકાના તમામ ગામોમાંથી આદિવાસી ભાઇ-બહેનો હાજર રહ્યા હતા.
આ પ્રસંગે 63 જેટલા લાભાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતી. આ પ્રસંગે ના પ્રમુખ જિલ્લા પંચાયતના પ્રમુખ શીતલબેન વાઘેલા તાલુકા પંચાયતના પ્રમુખ મનિષાબેન ગણાવા બાંધકામ સમિતિના ચેરમેન રમીલાબેન બારીયા મંડલ પ્રમુખ ખીમાભાઈ સંગાડા, પ્રજીતસિંહ રાઠોડ અને અન્ય મહાનુભાવો દ્વારા આદિવાસી પરંપરા મુજબ સ્વાગત કરવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.