તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:દેવધામાં બાઇકની ટક્કરે બાઇક ચાલક ભત્રીજાનું મોત, કાકાને ઇજા

ગરબાડા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • યુવક કાકા સાથે બહેનના ઘરેથી પરત આવતા હતા
  • અકસ્માત સર્જી અજાણ્યો ચાલક બાઇક મુકી નાસી ગયો

દેવધા ગામે બાઇકની ટક્કરે બહેનના ઘરેથી બાઇક ઉપર કાકા સાથે પરત આવતા યુવકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે અકસ્માત કરી અજાણ્યો ચાલક વાહન મુકી નાસી ગયો હતો. ખારવાનો મિથુનભાઇ ભાભોર તથા તેના કાકા શૈલેષભાઇ બન્ને કાકા ભત્રીજા મંગળવારે બાઇક પર મિથુનની બહેનના ઘરે વરમખેડા ગયા હતા અને ત્યાંથી પરત ઘરે આવતા હતા. તે દરમિયાન દેવધા ગામે રોડ પર બાઇકના અજાણ્યા ચાલકે પોતાનું વાહન પુરઝડપે હંકારી લાવી બાઇકને ટક્કર મારતા બન્ને કાકા ભત્રીજાને ગંભીર ઇજાઓ થઇ હતી.

જેમાં ભત્રીજા મિથુનને શરીરે ગંભીર ઇજાઓ થતાં સ્થળ ઉપર જ મોત નિપજ્યું હતું. જ્યારે કાકા શૈલેષભાઇને મોઢાના ભાગે તેમજ હાથે પગે સામાન્ય ઇજાઓ થઇ હતી. અકસ્માત કરી અજાણ્યો ચાલક પોતાનું વાહન મુકી નાસી ગયો હતો. અકસ્માત સંદર્ભે મૃતકના પિતા મગનભાઇ દલાભાઇ ભાભોરે ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...