ફરિયાદ:મહિલા ધારાસભ્યને અપશબ્દો બોલતી ઓડિયો ક્લિપ વાયરલ

ગરબાડા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ગરબાડાના ધારાસભ્યએ વડવાના યુવક સામે ફરિયાદ નોંધાવી

ગરબાડાના મહિલા ધારાસભ્યના નામ જોગ ભિભત્સ ગાળો બોલી ફોન ઉપર વાત કરતાં એક યુવકની વિડિયો ક્લીપ વાયરલ થઇ હતી. આ બાબતની જાણ થતાં ધારાસભ્યએ વડવા ગામના યુવક સામે ફરિયાદ નોંધાવી હતી. ગરબાડાના ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયાએ પોતાની ફરિયાદમાં જણાવ્યુ હતું કે, 30 ડિસેમ્બરના રોજ તેઓ પોતાના ઘરે હતાં ત્યારે તેમના પક્ષના કાર્યકરે ફોન કરીને સોશિયલ મીડીયામાં તેમના નામની અસભ્ય વાતો થતી હોવાની ક્લીપ વાયરલ થઇ હોવાની જાણ કરી હતી.

ઓડિયો ક્લીપ મંગાવી સાંભળ્યા બાદ તપાસ કરતાં ગરબાડા તાલુકાના વડવા ગામનો પ્રતાપ સમસુ બીલવાળ નામક વ્યક્તિ અન્ય વ્યક્તિ સાથે ફોન ઉપર વાત કરીને ચંદ્રિકાબેન કામ આપતા નથી કહીને ગાળો બોલીને તેમના વિશે ખરાબ શબ્દોમાં વાત કરી રહ્યો હોવાનું ક્લીપમાં સાંભળવા મ”ળ્યુ હતું. ફોન ઉપર અસભ્ય વાતો કરવા સાથે વાયરલ થયેલી ક્લીપ અંગે ચંદ્રિકાબેને ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પ્રતાપ બીલવાળ સામે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...