નિરક્ષરતાનું પરિણામ:ગરબાડાના સાહડા ગામે ટેબલ (ચિહ્ન) પર સિક્કો મારવાનું કહ્યું તો લોકોએ મતદાનના ટેબલ પર સિક્કો મારી કોરું બેલેટ પેટીમાં નાંખ્યું

ગરબાડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
લોકોએ મતદાનના ટેબલ પર જ સિક્કા માર્યા! - Divya Bhaskar
લોકોએ મતદાનના ટેબલ પર જ સિક્કા માર્યા!

દાહોદના ગરબાડા તાલુકાના સાહડા ગામમાં રવીવારે મતદાનમાં મતદારો બેલેટ પેપરમાં ટેબલના ચિન્હ ઉપર સિક્કો મારવાના સ્થાને ટેબલ ઉપર જ સિક્કો મારીને કોરા મતપત્રક પેટીમાં નાખી આવ્યા હોવાની શંકા ભાસ્કરે જતાવી હતી. જે મંગળવારે પરિણામ આવતાં સાચી પડી છે. સાહડામાં રદ થયેલા 198 મતમાંથી મહત્તમ કોરા નીકળ્યા હતાં. અહીં ટેબલના નીશાન ઉપર ચુંટણી લડનાર સરપંચ પદના ઉમેદવાર માત્ર 31 મતે પરાજિત થયા હતાં.

સાહડા ગામમાં રવીવારે 2655 મતદારોમાંથી 2142 મતદારોએ મતદાન કર્યુ હતું. શાળાના ત્રણ રૂમમાં મતકુટીર મુકી હતી તેની ઉપર સિક્કા મારેલા જોવા મળ્યા હતાં. લોકોએ બેલેટ પેપરમાં ટેબલના નીશાનના સ્થાને મતકુટીરના ટેબલ ઉપર જ સિક્કા મારીને કોરા બેલેટ મતપેટીમાં નાખ્યા હોવાની આશંકા વ્યક્ત કરાઇ હતી.

બુથ નંબર ત્રણના ટેબલ ઉપર તો 165 જેટલા સિક્કા મારેલા જોવા મળ્યા હતાં. ત્યારે મંગળવારે સાહડા ગ્રામ પંચાયતની ચુંટણીનું પરિણામ આવતાં 198 મત રદ થયા હતાં. જેમાંથી મહત્તમ કોરા હતાં. ટેબલ નીશાન હતું તે સરપંચ પદના મહિલા ઉમેદવારને 544 મત જ્યારે સામેના મહિલા ઉમેદવારને 575 મત મળ્યા હતાં. ટેબલનું નીશાન ધરાવતા ઉમેદવાર માત્ર 31 મતે પરાજિત થયા હતાં.

અન્ય સમાચારો પણ છે...