ગરબાડા તાલુકામાં આદિવાસી સમાજના યુવાનોએ મામલતદારને આવેદન આપ્યુ હતું. જેમાં ગત તારીખ 29/12/2021 ના રોજ લીમખેડા મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલ ખાતે એક સરકારી કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના આદિજાતિ મંત્રી નિમિષાબેન સુથારનો વિરોધ કરવા પહોંચેલા આદિવાસી સામાજિક યુવા કાર્યકર્તા શિરીષભાઈ બામણિયા તેમજ તેઓના સાથી કાર્યકર્તાઓ જોડે નાયબ પોલીસ અધિક્ષક પરેશભાઈ સોલંકી દ્વારા વાળ ખેંચી, ગેરવર્તણુક, દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો.
શિરીષભાઈ બામણિયાએ તારીખ 30/12/2021 ના રોજ નાયબ પોલીસ અધિક્ષકના આવા ગેરવર્તણૂક, દુર્વ્યવહાર વિરૂદ્ધ પોતાના વાળ ઉતારી મુંડન કરાવ્યું હતું અને કાયદેસરની કાર્યવાહી થાય તેવી માંગ કરી હતી. આ ઘટના બાબતે ગરબાડાના આદિવાસી સામાજિક કાર્યકર્તાઓ દ્વારા શિરીષભાઈ બામણિયાને સમર્થન આપ્યું હતું. જો આ ઘટના બાબતે યોગ્ય ન્યાય નહિ મળે તો જિલ્લા કક્ષાએ આદિવાસી સમાજ ધરણાં પ્રદર્શન કરશે તેવી ચીમકી ઉચ્ચારીને ન્યાય મળે તે માટે ગરબાડા મામલતદારને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.