આયોજન:સાંસ્કૃતિક રેલી પરવાનગી માટે મામલતદારને આવેદન અપાયું

ગરબાડા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગરબાડામાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આયોજન
  • ગરબાડા તાલુકા આદિવાસી સમાજ દ્વારા આવેદનપત્ર અપાયું

ગરબાડા તાલુકામાં 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ રેલીની પરવાનગી આપવા બાબતે ગરબાડા તાલુકા આદિવાસી સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં આદિવાસી સમાજના યુવાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું, કે જિલ્લામાં સંયુક્ત રાષ્ટ્ર સંઘ યુએનઓ દ્વારા 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઘોષિત કર્યો છે.

દાહોદ જિલ્લામાં આદિવાસી પોતાના સમાજ અને સંસ્કૃતિના જતન માટે તેમજ વિવિધ સંસ્કૃતિ પરંપરાઓ જળવાઈ રહે દાહોદ જિલ્લા આદિવાસી ભાઈ બહેનો આદિવાસી સમાજ માટે એક તહેવારની જેમ ઉજવણી કરવા માટે વિવિધ પ્રકારના કાર્યક્રમો જેમ કે સાંસ્કૃતિક રેલી આદિવાસી સામાજિક રીતે નીતિ પહેરવેશ સાથે ઝાંખીઓના પ્રદર્શન તેમજ વૃક્ષારોપણ વ્યસનમુક્તિનો આયોજન કરવામાં આવે છે.

જેમાં ગરબાડા તાલુકામાં સમાવિષ્ટ ગામોમાં મુખ્ય માર્ગો પર ફરીને સંયુક્ત કાર્યક્રમની ઉજવણી કરવા બાબતે ટૂંકી વજુ થી ગાંગરડીઅને ગાંગરડીથી ગરબાડા તેમજ ગુલબારથી નીકળી જાંબુઆ ત્યાંથી ગરબાડા રેલી પહોંચશે પરવાનગી બાબતે મામલતદાર ગરબાડાને આવેદનપત્ર આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...