દાહોદ જિલ્લા તેમજ રાજ્ય સાથે મહારાષ્ટ્રમાં પણ ચોરી-લુંટની ઘટનાઓને અંજામ આપનાર ચાર વર્ષથી ફરાર આંબલી ખજુરિયાનો રીઢો ઘરફોડ પોલીસને હાથ લાગ્યો હતો. ચોરી-લુંટમાં વોન્ડેટ હોવા સાથે 4 કોર્ટ દ્વારા તેની સામે પકડ વોરંટ પણ કાઢવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યુ છે.જેસાવાડા પોલીસ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન કતવારામાં લુંટના ગુનામાં છેલ્લા 4 વર્ષથી ફરાર આમલી ખજુરિય ગામના સિમોળા ફળિયામાં રહેતો વિનુ તેરસિંગ ભાભોર જેસાવાડા બજારમાં આવ્યો હોવાની બાતમી મળી હતી.
તેના આધારે પીએસઆઇ એન.એમ રામી, જેસાવાડા સર્વેલસ સ્કોડના ઉમેશભાઈ ગોપાલભાઈ, રાહુલભાઈ, નવલસિંહભાઈ અને મનોજકુમાર, જશવંતસિંહની તપાસમાં તે ચીલાકોટા ગામની ચોકડી ઉપર મળી આવ્યો હતો. વિનુની પુછપરછ કરતાં તેણે મહારાષ્ટ્ર રાજ્યના નાસિક જિલ્લાના સટાણા પોલીસ મથકની હદમાં ચાર ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. આ સાથે તે ભૂતકાળમાં પણ રાજ્યમાં વિવિધ ગુનામાં પકડાયેલો હતો. કોર્ટમાં હાજર જ ન થતો હોવાથી દાહોદ, વાઘોડિયા, ડભોઈ, દેહગામ, ચીફમેટ્રોલીટન અમદાવાદ કોર્ટ દ્વારા તેના પકડ વોરંટ પણ કાઢેલા હોવાનું જાણવા મળ્યુ હતું. જેસાવાડા પોલીસે વિનુને કતવારા પોલીસને સોંપી દેવાની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.