લૂંટ:ભીલોઇમાં કપડાં ધોઇને જઇ રહેલી મહિલાનો અછોડો તૂટ્યો

ગરબાડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે યુવકોએ ગળું દબાવી માર મારી લૂંટ ચલાવી

ગરબાડા તાલુકાના ભીલોઇ ગામે અપાચે મોટર સાયકલ ઉપર આવેલા બે લૂંટારૂઓએ કોતરે કપડા ધોઇને આવતી મહિલાને ધક્કો મારી કાટામાં પાડી ઓઢણાથી ગળુ દબાવી ગળામાં પહેરેલો સોનાનો દોરો તેમજ કાનનુ ઝુમકી લૂંટી નાસી ગયા હતા.

મધ્યપ્રદેશના રીંગોલ ગામની 25 વર્ષિય ભાનુબેન વિરસીંગભાઇ રાઠોડ તા.17મીના રોજ ભીલોઇ ગામે પોતાના પિયર પિતાને ઘરે લગ્ન પ્રસંગમાં આવી ભાઇની છોકરી અને તેમની પુત્રી સાથે ભીલોઇની રાસ્કી કોતર ઉપર કપડા કપડા ધોઇને પરત ઘરે આવતી વેળા આશરે 20થી 25 વર્ષની ઉંમરના બે અજાણ્યા ઇસમો સફેદ કલરની લાલ લીટાવાળી અપાચે બાઇક પર આવી ભાનુબેનને ધક્કો મારી કાટામાં પાડી તેના ઓઢણાથી ગળુ દબાવી માર મારી ગળામાં પહેરેલ આશરે 3 તોલાનો સોનાનો દોરો તેમજ કાનની ઝુમકી આશરે 2 તોલાની લૂંટી ફરાર થતા ગરબાડા પોલીસે ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...