તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફાયરિંગ:દાહોદના ગરબાડા નીમચ ઘાટી પરથી બાઇક લઇને પસાર થતાં વેપારીને અજાણ્યા શખ્સોએ પાછળથી ગોળી મારી

દાહોદ5 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વેપારીને પીઠ અને હાથના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી ગરબાડા પોલીસે સમગ્ર વિસ્તારમાં સઘન ચેંકિગ હાથ ધર્યુ

મધ્યપ્રદેશના રાણાપુર ગામે રહેતા અનાજના વેપારી માણેકલાલ ઉકરજી રાઠોડ અને પોતાનો માણસ કિલુભાઈ બારીયા બંન્ને જણા સોમવારે વહેલી સવાર મધ્યપ્રદેશ અને ગુજરાતની બોર્ડર એવી દાહોદ જિલ્લાના ગરબાડાના નીમચ ઘાટી પરથી બાઈક પર સવાર થઈ પસાર થઈ રહ્યાં હતાં. આ બંન્ને રાણાપુરથી નીમચ જઈ રહ્યાં હતાં.

આ સમયે ગરબાડાના ગુલબાર ગામે એક બાઈક પર આવેલા બે જણા જેમાંથી એકે માથે હેલ્મેટ અને એકે મોઢે રૂમાલ બાંધ્યો હતો. આ અજાણ્યા બન્ને ઈસમો પૈકી એકે પોતાની પાસેની બંદૂક વેપારી માણેકલાલ રાઠોડ સામે તાકી પહેલા પાછળથી એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને ત્યાર બાદ બાઈક આગળ લાવી સામેથી ફાયરિંગ કર્યું હતું.

આ બે રાઉન્ડ ફાયરિંગમાં પાછળ બેઠેલ વેપારી માણેકલાલ રાઠોડને પાછળથી પીઠના ભાગે બંદૂકની ગોળી વાગતાંની સાથે જ તેઓ સ્થળ પર લોહીલૂહાણ હાલતમાં પડી ગયાં હતાં. ચાલુ બાઈક પરથી આ વેપારી અને તેમનો માણસ બન્ને જમીન પર પડતાંની સાથે જ થોડીવાર કિલુભાઈને કંઈ સમજ પડી ન હતી કે શું બન્યું પરંતુ માણેકલાલ રાઠોડને લોહીથી લથબથ હાલતમાં જોઈ તરતજ કીલુભાઈ દ્વારા ગરબાડા પોલીસનો સંપર્ક સાંધ્યો હતો અને ગરબાડા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી ગઈ હતી.

ગંભીર ઈજાગ્રસ્ત વેપારી માણેકલાલ રાઠોડને દાહોદની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડી દેવામાં આવ્યાં હતાં. જ્યાં આ વેપારીની હાલત નાજુક બતાવવામાં આવી રહી છે. હાલ આ ફાયરિંગ પાછળનું સાચું કારણ જાણી શકાયું નથી. ગરબાડા પોલીસે વિસ્તારમાં સઘન કોમ્બીંગ હાથ ધરી દીધું છે અને ફાયરિંગ કરનાર તત્વોની તાત્કાલિક ઝડપી પાડવા ચક્રોગતિમાન કરી દેવામાં આવ્યાં છે.

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ગુલબાર ગામે ફાયરિંગની ઘટના સામે આવી છે. વેપારી અને ત્યાં કામ કરતો વ્યક્તિ જ્યારે બાઇલ લઇને પસાર થઇ રહ્યા હતા, ત્યારે બે અજાણ્યા શખ્સો દ્વારા બે રાઉન્ડમાં ફાયરિંગ કરતાં વેપારીને હાથમાં અને પાછળના ભાગે ગોળી વાગતાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત વેપારીને ગરબાડા પોલીસ દ્વારા દાહોદની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. જ્યારે ફાયરિંગ કરનાર આરોપીઓને પકડવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ઘાયલ વેપારી
ઘાયલ વેપારી

બે શખ્સોએ બે રાઉન્ડમાં ફાયરિંગ કર્યું
મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના રાણાપુર ગામના અનાજના વેપારી માણેકલાલ ઉકરજી રાઠોડ અને પોતાનો માણસ કિલુભાઈ બારીયા આજે વહેલી સવારે મધ્યપ્રદેશ અને ગુજરાતની બોર્ડર પર સામાન લેવા આવતા હતા. ત્યારે દાહોદ જિલ્લાના ગરબાડાના નીમચ ઘાટી પરથી પસાર થતાં ગરબાડાના ગુલબાર ગામે બાઇક પર આવેલ બે શખ્સોએ બે રાઉન્ડમાં ફાયરિંગ કરતાં પાછળ બેઠેલા વેપારીને હાથના અને પીઠના ભાગે ગોળી વાગી હતી.

ઈજાગ્રસ્ત વેપારી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
બાઇની પાછળ બેઠેલા વેપારીને ગોળી વાગતાં બાઇર ચાલકે કાબુ ગુમાવ્યો હતો અને બંન્ને રોડ વચ્ચે ઢળી પડ્યા હતા. તેમણે પોલીસને જાણ કરતાં ગરબાડા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ગંભીર ઈજાગ્રસ્ત વેપારી માણેકલાલ રાઠોડને દાહોદની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

શખ્સો દ્વારા ફાયરિંગ જ કરાયું કોઇ લુંટ ના કરાઇ
વેપારીનું બાઇક ચલાવનાર કીલુભાઈ બારીયાએ જણાવ્યું હતું કે, ફાયરીંગ કરનાર શખ્સો દ્વારા કોઈ લુંટ કરવામાં આવી નથી. ફાયરીંગ કર્યા બાદ તેઓ નાસી ગયાં હતાં. જ્યારે આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખી ગરબાડા પોલીસે સમગ્ર વિસ્તારમાં સઘન ચેંકિગ હાથ ધર્યુ છે અને ફાયરીંગ કરનાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

ફાયરિંગ કરનારને ઓળખી શક્યો નહિ
ફાયરિંગ કરનાર ઈસમો દ્વારા કોઈ લૂંટ કરવામાં આવી નથી. ફાયરિંગ કર્યા બાદ ઈસમો નાસી ગયાં હતાં. મોઢુ ઢાંકેલુ હોવાથી ઓળખી શક્યો ન હતો.>કીલુભાઇ બારીયા, બાઈક ચલાવનાર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો