ખળભળાટ:પાંચવાડા પંચાયત પાસે મેડિકલ વેસ્ટનો ઢગલો મળી આવ્યો

ગરબાડા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વર્ષ 2021ના જુન માસમાં તારીખ પૂર્ણ થતાં જાહેરમાં ફેંક્યો

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાની પાંચવાડા ગામની ગ્રામ પંચાયતના ભવન પાછળ ગત રાત્રીના સમયે મેડિકલ વેસ્ટનો ઢગલો કોઈ ફેકી જતાં ખળભળાટ મચી ગયો હતો. મંગળવારે વહેલી સવારે ગ્રામ પંચાયત ના ત.ક.મંત્રી પંચાયત પર પહોંચતા જ મેડિકલ વેસ્ટનો ઢગલો જોવા મળતા જ અચરજ પામ્યા હતાં. આ મેડિકલ વેસ્ટનો જથ્થો કોણ ફેંકી ગયું ઇન્જેક્શનમાં નાખવામાં આવતા પાણીની વાયલ વર્ષ 2021ના જુન માસમાં એક્સપાયર થતાં જથ્થો જાહેર જગ્યા પર ફેંકી દેવામાં આવ્યો હતો.

આ જથ્થો સરકારી દવાખાનાનો છે કે પછી કોઇ ખાનગી વ્યક્તિ ત્યજી ગઇ છે તે તપાસનો વિષય બન્યો છે. જાહેર જગ્યા પર આવો મેડિકલ વેસ્ટ ફેંકતા જ ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...