ભાસ્કર વિશેષ:વીમા ધારકના મોત બાદ પિતાને 20 લાખના ક્લેમનો ચેક

ગરબાડા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
વિમાધારકનું અકસ્માતમાં મોત થતાં બેન્ક દ્વારા તેના પિતાને  ક્લેમનો ચેક આપવામાં આવ્યો હતો. - Divya Bhaskar
વિમાધારકનું અકસ્માતમાં મોત થતાં બેન્ક દ્વારા તેના પિતાને ક્લેમનો ચેક આપવામાં આવ્યો હતો.
  • છોકરો તો નથી આવવાનો પણ વીમાની રકમ અમારા ઘડપણનો સહારો બનશે : પિતા
  • વીમો ઉતાર્યાના ત્રણ મહિના બાદ જ અકસ્માતમાં મોત થયુ હતું

ગરબાડા નગરના ચમારવાસ અરવિંદભાઈ પુંજાભાઈ ચાવડા મજૂરી કામ કરતા હતા અને ગરબાડા એસબીઆઇ બેન્કમાં બચત ખાતુ ખોલી બચત કરતા હતા. એસ.બી.આઈ.ના કર્મચારીએ દ્વારા જે તે વખતે અરવિંદભાઈનું પર્સનલ એક્સિડન્ટ વીમો ઉતાર્યો હતો. તે દરમિયાન વીમો લીધાના ત્રણ જ માસમાં અરવિંદભાઈનું એક રોડ અકસ્માતમાં મૃત્યું થયું હતું.

મૃત્યુના થોડા સમય પછી જ અરવિંદભાઈએ એક્સિડન્ટ વીમો ઉતાર્યો હોવાની તેમના પિતાને બેન્કના દ્વારા જાણ કરવામાં આવી હતી અને બેંન્કના સ્ટાફ તેમને મદદ કરી અને ક્લેમના કાગળો તૈયાર કરી આપ્યા હતા. બુધવારે રિજીનયલ મેનેજર રવિન્દ્ર મલિક અને ગરબાડા બ્રાન્ચ મેનેજર શુભમ જૈન દ્વારા મૃતક પિતા પુંજાભાઈને અરવિંદભાઇના એક્સિડન્ટ વીમાની રકમ રૂપિયા 20,00,000 લાખનો ચેક ગરબાડા એસબીઆઇ બેન્કમાં અર્પણ કરવામાં આવ્યો હતો.

એક્સિડન્ટ પર્સનલ વીમો બધાએ લેવો જોઇએ
મારો છોકરો તો નથી આવવાનો પણ જે વીમાની રકમ મળી છે તે અમારા ઘડપણનો સહારો બનશે અને બધા લોકોએ આવો એક્સિડન્ટ પર્સનલ વીમો ઉતારવો જોઈએ. > પુંજાભાઇ ચાવડા, વીમા ધારક મૃતકના પિતા

અન્ય સમાચારો પણ છે...