ગરબાડા તાલુકાના પાંદડી ગામે ફોરવીલર ચાલક પાંદડી ગામ પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન પાંદડી ગામના પાટાડુંગરીના રસ્તા નજીક ફોરવીલરના ચાલે કે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ગાડી રોડની સાઈડમાં પડેલ ઢગલા સાથે અથડાઈને બે પલટી મારી હતી. ગાડીમાં સવાર પાંચ લોકોને લોકોને ઈજા પહોંચી હતી.
અકસ્માતની જાણ સ્થાનિક લોકોને થતા સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્તમાં ડ્રાઇવરને માથાના ભાગે તેમ જ ગાડીમાં સવાર મહિલાને માથાના પાછળના ભાગે ગંભીર ઇજાઓ તથા તેને સારવાર માટે 108 ની મદદથી દાહોદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આમ 2023ની શરૂઆત થતાની સાથે પહેલા દિવસે ગરબાડા તાલુકામાં બે માર્ગ અકસ્માતના બનાવો બન્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.