ગરબાડા તાલુકાના ખારવા ગામે ઘરમાં આકસ્મિક આગ લાગતાં ઘરવખરી તથા ત્રણ બકરા, બે મોટર સાયકલ અને રોકડ બળીને ખાખ થઇ ગઇ હતી.ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર ફાયટરોએ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. પંચાયત દ્વારા મુલાકાત લઇ પંચક્યાસ કરી સહાય માટેની કાર્યવાહી હાથ ધરી હતી. ગરબાડા તાલુકાના ખારવા ગામે હોળી ફળિયામાં રહેતા કાનુડીબેન ભુરાભાઈ ભાભોરના ઘરમાં રાત્રિના સમયે અચાનક અગમ્ય કારણોસર આગ લાગતા ઘર વખરી સહિતનો સામાન મળીને ખાખ થયો હતો.
સદનસીબે ઘરમાં આગ લાગતાં કોઈ વ્યક્તિને જાન હાની થઈ ન હતી. પરંતુ જોત જોતામાં આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આગને કાબૂમાં મેળવવા માટે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગથી ઘરવખરી તેમજ ત્રણ બકરા, બે મોટર સાયકલ અને 15000ની રોકડ રકમ બળીને ખાખ થતાં કુલ રૂા.5,16,000 નું નુકસાન થતાં ખારવા ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીએ ઘરની મુલાકાત લઈ પંચક્યાસ કરી સહાય અપાવવા કાર્યવાહી કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.