તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:ગરબાડામાં તાલુકા પંચાયતના 26 અને જિલ્લા પંચાયતના 5 ફોર્મ અમાન્ય ઠર્યા

ગરબાડા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અનેક ઉમેદવારોનાં ફોર્મ રદ થતાં ચૂંટણી લડવાની ઈચ્છા ઉપર પૂર્ણવિરામ

ગરબાડા તાલુકા પંચાયતની 24 બેઠકો માટે અને જિલ્લા પંચાયતની પાંચ બેઠકો માટે ઉમેદવારી ફોર્મની ચકાસણી સોમવારે મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત ખાતે રાખવામાં આવી હતી. તાલુકા પંચાયતના 24 બેઠકો માટે કુલ 106 ફોર્મ ભરાયા હતા. જેમાંથી આજે ચકાસણીના સમયે 26 ફોર્મ અમાન્ય ઠર્યા હતા. 5 જિલ્લા પંચાયતની બેઠકો માટે કુલ 23 ફોર્મ ભરાયા હતા જેમાંથી 5 ફોર્મ આજે રદ અને 18 ફોર્મ મંજૂર કરવામાં આવ્યા હતા.

તાલુકા પંચાયતની 24 બેઠકો માટે 80 ઉમેદવારો અને જિલ્લા પંચાયત 5 બેઠકો માટે 18 ઉમેદવારોના ફોર્મ ચૂંટણી અધિકારી દ્વારા માન્ય રાખવામાં આવ્યા. ઘણા ઉમેદવારોનાં ફોર્મ રદ થતાં ચૂંટણી લડવાની ઈચ્છા ઉપર પૂર્ણવિરામ મુકાઇ ગયું હતું. આવતીકાલે ફોર્મ ખેંચવાની અંતિમ તારીખ હોય હજુ પણ કેટલા ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં રહેશે તે આવતી કાલે ખબર પડશે. અમુક બેઠકો પર રાજકીય પાર્ટીઓએ ટિકિટ ના ફાળવતા અપક્ષ ઉમેદવારી પણ નોંધાવી છે ત્યારે આવા બળવાખોર ઉમેદવારોને રાજકીય પાર્ટીઓ સમજાવાનો સતત પ્રયાસ કરી રહી છે. અંતિમ સમય સુધી કેટલા ઉમેદવારોને સમજાવવાનો પ્રયાસ અને પોતાની તરફેણમાં ફોર્મ ખેંચવાનો પ્રયત્ન સફળ થશે તે મંગળવારની સાંજે જ ખબર પડશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો