તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:108ના કર્મીઓએ 1 કિમી પગપાળા ચાલી પ્રસૂતિ કરાવી, પાટિયામાં એમ્બ્યુલન્સ જઇ શકે તેવો રસ્તો જ ન હોવાથી પગપાળા ગયા

ગરબાડાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રસુતિ બાદ મહિલાને ખાટલા ઉપર નાખી એક કિમી ચાલીને એમ્બ્યુલન્સ સુધી લવાઇ હતી. - Divya Bhaskar
પ્રસુતિ બાદ મહિલાને ખાટલા ઉપર નાખી એક કિમી ચાલીને એમ્બ્યુલન્સ સુધી લવાઇ હતી.
 • સફળ પ્રસૂતિ બાદ મહિલાને ખાટલે નાખી એમ્બ્યુલન્સ સુધી લાવી દવાખાને ખસેડી

ગરબાડા તાલુકામાં 108 એમ્બ્યુલન્સને પ્રેગનેન્સીનો કોલ ગરબાડા તાલુકાના પાટિયા ગામેથી મળ્યો હતો. જેથી આઇએનટી નરેશભાઇ દેવડા અને પાયલોટ જયંતીભાઇ પાટિયા ધસી ગયા હતાં. જોકે, પ્રસુતિની પીડાથી કણસતી હમતાબેન ડામોરનું ઘર ગામના અંતરિયાળ વિસ્તારમાં હોવાથી ત્યાં એમ્બ્યુલન્સ જઇ શકે તેવો રસ્તો જ ન હતો. જેથી આઇએમટી અને પાયલટે હમતાબેનની હાલત જાણવા પગપાળા ઘર સુધી જવાનું નક્કી કર્યુ હતું. ઘરે પહોંચેલા સ્ટાફે પ્રસુતિની પીડાથી કણસતી હમતાબેનની ત્યાં જ સફળ પ્રસુતિ કરાવી હતી.

જોકે, હમતાબેનને વધુ સારવારની જરૂરિયાત હોવાને કારણે તેમને દવાખાને ખસેડવા જરૂરી હતાં. જેથી 108ના કર્મચારી અને સબંધિઓ ભેગા મળીને હમતાબેનને ખાટલે નાખી એક કિમી ચાલી એમ્બ્યુલન્સ સુધી લાવ્યા હતાં. હમતાબેનને યોગ્ય રીત પ્રિ-હોસ્પિટલ કેર કરી સારી રીતે હોસ્પિટલમાં શિફ્ટ કર્યા હતા. હમતાબેનના કપરા સમયમાં 108 તેમની માટે આશીર્વાદરૂપ નીવડી હતી. આઇએનટી નરેશભાઈ દેવડા અને પાયલોટ જયંતીભાઈની કામગીરીની સરાહના કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો