લોકોને હેરાનગતિ:ગરબાડામાં મેઇન્ટેનન્સના નામે ગરમીમાં 10 કલાક વીજળી બંધ, નળવાઇ, વજેલાવ બંને સબ સ્ટેશનો પરથી‌ સપ્લાય અટકાવાયો

ગરબાડા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાળઝાળ ગરમીમાં લાઇટો જતાં લોકો પરસેવે રેબઝેબ

પાછલા કેટલાક દિવસથી ગરમી એ માઝા મૂકી છે. ત્યારે લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે અને આવી ગરમીમાં જો લાઈટો બંધ રહે ત્યારે તો પુછવું જ શું ? ગરબાડા તાલુકામાં આજે વહેલી સવારે છ વાગ્યાથી પાવર સપ્લાય બંધ કરી દેવામાં આવ્યો હતો. કોઈ પણ જાતની જાણ કર્યા વગર પાવર સપ્લાય બંધ થતાં લોકો વીજ કંપનીની ઓફિસે તપાસ કરતા રહ્યા.

હાજર અધિકારીઓએ જણાવ્યા અનુસાર નળવાઈ અને વજેલાવ સબ સ્ટેશન પરથી મેન્ટેનન્સના કારણે બંધ છે તેવું જણાવવામાં આવ્યું હતું. લાઈટો બંધ રહેશે એવું અગાઉથી કોઈ પણ જાતની જાણ કર્યા વગર જ 10 કલાક સુધી ગરબાડા તાલુકામાં લાઈટો બંધ રહેતાં આજે લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા.

લાઈટો બંધ રહેશે તેના માટે કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલી ઉર્જા મિત્ર એપ્લિકેશન પર પણ કોઈ પણ ગ્રાહકને જાણ કરવામાં આવતી નથી અને આડેધડ અચાનક લાઈટો બંધ કરતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ગરબાડા તાલુકામા લાઈટો બંધ રહેતા ઠંડા પીણા અને બીજા ઘણા ધંધા ઉપર માઠી અસર પણ જોવા મળી હતી. હવે પછીથી જ્યારે પણ મેન્ટેનન્સ કરવામાં આવે ત્યારે ગ્રાહકોને અગાઊથી જાણ કરવામાં આવે તેવી પણ લોક માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...