સુવિધા:ફતેપુરાથી માનગઢધામના નવા માર્ગની કામગીરી શરૂ કરાઇ

ફતેપુરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફતેપુરાથી માનગઢ ધામ તરફનો નવિન બનતો ડામર રોડ રસ્તાની બન્ને બાજુ ફોરેસ્ટ વિભાગ તરફથી ઝાડવાઓ રોપી મનમોહક માર્ગ બનાવાય તે અત્યંત જરૂરી છે. - Divya Bhaskar
ફતેપુરાથી માનગઢ ધામ તરફનો નવિન બનતો ડામર રોડ રસ્તાની બન્ને બાજુ ફોરેસ્ટ વિભાગ તરફથી ઝાડવાઓ રોપી મનમોહક માર્ગ બનાવાય તે અત્યંત જરૂરી છે.
  • માનગઢધામ જતો માર્ગ જંગલના કારણે મનમોહક બન્યો

ફતેપુરાથી માનગઢધામને જોડતો એક માત્ર ગઢરાનો માર્ગ જ સાવ સીંગપટ્ટી અને જર્જરીત હાલતમા જોવા મળતો હતો. આ માર્ગ ડબલ ટ્રેક બનાવવા માટે ભક્તોની પ્રબળ માંગ ઉઠવા પામી હતી. માર્ગ મકાન વિભાગ દ્વારા લોકોની પ્રબળ માંગ પગલે આ માર્ગની નવિની કરણની કામગીરી શરૂ કરાઇ છે. માનગઢધામથી ગઢરા તરફનો ત્રણ કિલોમીટર જેટલો ડામર માર્ગ તાબડતોબ પુરપાટ ઝડપે નવિન બનાવી દેવામા આવ્યો છે. ગઢરાથી ફતેપુરા તરફના માર્ગની કામગીરી હાલ ચાલુ છે.

જવાબદાર તંત્ર દ્વારા ફતેપુરાથી માનગઢધામને જોડતો અંદાજીત બાર કીલોમીટરનો માર્ગ ડબલ પટ્ટી બનાવી રસ્તાની સાઇડો પોહળી કરી રસ્તાને જોડતી સરફેશ સાથે સુવ્યવસ્થિત કરાય તે અત્યંત જરૂરી છે. ગુજરાત સરકાર દ્વારા પણ આ માર્ગને પ્રધાન્ય આપી આ માર્ગ પર પ્રસાર થતા ભક્તો તેમજ ફતેપુરાથી આંનદપુરીને માત્ર 15 કીલોમીટરના નજીવા અંતરે જોડતા આ માર્ગને ડબલ ટ્રેક બનાવાય તેવી તાલુકાના લોકોની પ્રબળ માંગ ઉઠવા પામી છે.

જંગલને વન્ય પ્રાણીઓના સંગ્રહાલય તરીકે પણ વિકસાવી શકાય
ફતેપુરાથી ગઢરા થઇ માનગઢધામને જોડતા આ માર્ગમા રસ્તામા ગઢરાનુ ગાઢ ગીચ જંગલ આવેલ છે. જે આંખોને ઠંડકની સાથે મનમોહક વાતાવરણ પુરુ પાડે છે. આ માર્ગ પર અવાર નવાર રાહતદરીઓને શિયાળ, ઝરખ, દીપડો, જંગલી બિલાડી, સાપ, અજગર, કાચબાઓ, સસલાઓ જેવા પ્રાણીઓ રસ્તામા જોવા મળે છે. સરકાર દ્વારા ગઢરાના આ જંગલને વન્ય પ્રાણીઓના સંગ્રાહલય તરીકે પણ વિકસાવી શકાય તેમ છે. સાથે નવિન રસ્તાની બન્ને સાઇડ રંગ બે રંગી ફુલો વાળા ઝાડોની હારમાળ ઉભી કરાય તેવી પ્રબળ લોક માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...