વીજચોરી:ફતેપુરામાં વિજિલન્સ ટીમનો સપાટો રૂપિયા 9.30 લાખની વીજચોરી પકડી

ફતેપુરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાલુકામાં 13 ટીમ દ્વારા 296 ગ્રાહકોના વીજ ચેકિંગ તપાસમાં 74 વીજચોર ઝડપાઇ ગયા
  • તાલુકામાં વીજ ગ્રાહકોના 4 કરોડ 30 લાખ રૂપિયા બાકી, સમય મર્યાદામાં નાણાં ભરવા તંત્રની ચીમકી

ફતેપુરા તાલુકામાં એમ.જી.વી.સી.એલ.તંત્ર દ્વારા સઘન વીજ ચેકિંગ ચલાવાઈ રહી છે. જેમાં ગત રોજ તાલુકામાં વિજિલન્સની ટીમ દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં અનેક લોકો વીજ ચોરી કરતા ઝડપાઈ જવા પામ્યા છે. તેમજ વીજ વપરાશ કરી ચૂકેલા બાકીદારો પાસે તંત્રને લેવાની નીકળતી રકમ રૂપિયા 4 કરોડ 30 લાખ રૂપિયા ગ્રાહકો સમયમર્યાદામાં નહીં ભરે તો તેમની સામે કડક પગલાં ભરવા તંત્ર દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હોવાનું જાણવા મળે છે.

ગત રોજ વિજિલન્સની 13 ટીમ દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 296 ગ્રાહકો ચેક કરતાં 74 જેટલા વીજ ચોરી કરતા ગ્રાહકો ઝડપાયા હોવાનું જાણવા મળે છે. જ્યારે 39 જેટલા ગ્રાહકો ડાયરેક્ટ વીજ મોટરો ચલાવતા તેમજ 25 જેટલા ઘર વપરાશ કરતા વીજચોરો વિજિલન્સ ટીમના હાથે ઝડપાઈ જવા પામ્યા હોવાનું જાણવા મળે છે.

તાલુકા 296 ગ્રાહકનું વીજ ચેકિંગ કરતા 74 ચોરી ઝડપી પાડવામાં આવી હતી ત્યારે આ ઝડપાયેલા ગ્રાહકો પાસેથી રૂપિયા 9.30 લાખની વસૂલાત કરવામાં આવનાર હોવાનું પણ જાણવા મળે છે. જ્યારે વીજ વપરાશ કરી બિલના નાણાં નહીં ભરતા અનેક વીજ ગ્રાહકોના બાકી પડતી રકમ 4 કરોડ 30 લાખ રૂપિયા થવા જાય છે.

અન્ય સમાચારો પણ છે...