તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:કાળીયાના બે યુવાનને ઝાલોદમાં અકસ્માત નડતાં 1 મોત : 1ને ઇજા

ફતેપુરા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કુટુંબી ભાઈની સાસરીમાં સાથે જતા યુવાનનું મોત

કાળીયાના માનસિંગ મછાર ખેતીવાડી તથા છૂટક કામ ધંધો કરી ઘરનું ગુજરાન ચલાવે છે. જેઓને સંતાનમાં ત્રણ પુત્રો છે.જે પૈકી બકુલ ભાઈ માનસિંગભાઈ મછાર ઉંમર વર્ષ ૧૯ નો ગતરોજ સાંજના સાતેક વાગ્યાના અરસામાં કુટુંબી ભાઈ અજયભાઈ ધીરાભાઈ મછાર ની સાસરીમાં બાક ઉપર સાથે દાહોદ જઈ રહ્યો હતો. તેવા સમયે ઝાલોદ પોલીસ સ્ટેશન રોડ ઉપર મોટરસાયકલની આગળ અચાનક ગધેડું આવી જતા અજય ભાઈ મછારે પોતાના કબજાની ગાડીને અચાનક બ્રેક મારતા મોટરસાયકલ સ્લીપ ખાઇ ગઇ હતી.અને તેમાં બકુલભાઈ મછારને માથામાં તથા શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.જ્યારે અજયભાઈ મછારને હાથે,પગે,માથામાં તથા શરીરે ઈજાઓ પહોંચતા તાત્કાલિક ઝાલોદ દવાખાનામાં સારવાર માટે લઇ જવાયા હતા.જ્યાં સારવાર આપ્યા બાદ દાહોદ અને ત્યાંથી વધુ સારવાર માટે વડોદરા ખાતે ખસેડ્યા છે. મૃતકની લાશને પી.એમ માટે મોકલી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો