આગની ઘટના:ગલાલપુરા પાટિયા પાસે ટ્રક બળીને ખાખ

ફતેપુરા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આગની ઘટના બનતાં દોડધામ મચી, જો કે કોઈ જાનહાનિ નહીં

ગોધરાથી ટ્રકમાં ઘાસ ભરીને ચાલક આવતો હતો. તે દરમિયાન દાહોદ જિલ્લાના ફ્તેપુરા નજીક ગલાલપુરા પાટિયા પાસે ટ્રકમાં ભરેલા ઘાસાં અચાનક જ શોર્ટ સર્કિટના કારણે આગ લાગતાં સંપૂર્ણ ઘાસ સહિત ટ્રક બળીને ખાક થઇ ગઇ હતી. આ ઘટના પગલે ભારે દોડધામ મચી ગઇ હતી.

દાહોદ જિલ્લાના ફતેપુરાના નાનાલાલ સાગરમલ અગ્રવાલની ટ્રકમાં ડ્રાઇવર વડવાસ ગામનો રંગેશભાઇ શામજીભાઇ પારગી ગોધરાથી ઘાસ ભરીને ફતેપુરા તરફ આવી રહ્યો હતો. તે દરમિયાન ફતેપુરા નજીક ગલાલપુરા (હાથીવેલા) પુલ પાસે અચાનક ટ્રકમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. અચાનક ધુમાળો નીકળતા ડ્રાઇવરે ગાડી સાઇડમાં ઉભી કરી જોતાં પાછળના ભાગે તથા ટ્રકની અંદર કેબીનમાં આગ લાગતાં ઘાસ સહિત ટ્રક બળીને ખાખ થઇ ગઇ હતી.

આજુ બાજુના લોકોને બોલાવી આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયત્ન કર્યો પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આગ ઉપર કાબુ મેળવી શકાયો ન હતો. આ સંદર્ભે નાનાલાલ સાગરમલ અગ્રવાલે ફતેપુરા પોલીસ મથકે જાણ કરતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...