ચોરી:રૂપાખેડા ગામે તસ્કરોએ ત્રણ બંધ મકાનોને નિશાન બનાવ્યા

સુખસર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બંધ મકાનના તાળાં તોડી 3,00,000 ઉપરાંતની ચોરી

ફતેપુરા તાલુકાના સુખસર પાસે આવેલ રૂપાખેડા ગામે ત્રણ બંધ મકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા. રૂપાખેડા ગામે તત્કાલીન સરપંચ તેરસીંગભાઈ કડકિયાભાઈ કિશોરી જે બલૈયા ક્રોસિંગ વાળા મકાનને રૂપાખેડા વાળું મકાન બંધ કરી રાત્રી રોકાણ કરવા ગયા હતા. તેનો ફાયદો ઉઠાવી તસ્કરો ઘરના મુખ્ય દરવાજાનો નકુચો તોડી પ્રવેશ્યા હતા. જેની જાણ પાડોસમાં રહેતા સાગરભાઈ ડામોરે બલૈયા ક્રો્સિંગ વાળા મકાને જઈ કરી હતી.

તેરસિંગભાઈએ તપાસ કરતા દરવાજાના નકુચા કાપેલા તેમ જ ઘરમાં જોતા તિજોરીની તોડફોડ કરી કપડા વગેરે વેરવિખેર જોવા મળ્યા હતાં. તેમાં તિજોરીમાં રાખેલ સોનાની બે નંગ વીટી,ચાંદીની ચુડી નંગ એક, ચાંદીના છડા ચાર, સોનાનું લોકીટ એક, સોનાનો દોરો એક તથા રોકડ રૂપિયા 25000 મળી કુલ રૂપિયા 3 લાખ ઉપરાંતની ચોરી થઈ હોવા બાબતેની સુખસર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી હતી. જ્યારે તે જ રાત્રે રૂપાખેડાના સબૂર મોતી ધમોત તેમજ શંકર મોતિ ધમોત આ બંને મજૂરી કામ અર્થે બહારગામ રહેતા હતાં. તેમના મકાનને પણ ચોરી ટોળકીએ નિશાન બનાવ્યું હતું.

તેમાં પણ દરવાજાનું લોક તોડી બંધ મકાનમાં પ્રવેશ્યા હતા. ઘરમા રહેલી તિજોરી તોડતા પાડોશમાં રહેતા દિનેશ ધમોટ અવાજને કારણે જાગી જતાં આજુબાજુમાં રહેતા લોકોને મોબાઈલથી જાણ કરતાં તેઓ દોડી આવતાં તસ્કરો ફરાર થઇ ગયા હતાં.

અન્ય સમાચારો પણ છે...