ભાસ્કર વિશેષ:ફતેપુરા તાલુકામાં ચૌદસે સીરા સ્થાપિત કરવાની પરંપરા : આદિવાસીઓએ ધામધૂમથી ખરીદી કરી

ફતેપુરા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
ચૌદસને લઇને પૂર્વજનોની યાદમા સ્થાપિત કરવા ખરીદી કરવામા આવતા સીરાઓ નજરે પડે છે. - Divya Bhaskar
ચૌદસને લઇને પૂર્વજનોની યાદમા સ્થાપિત કરવા ખરીદી કરવામા આવતા સીરાઓ નજરે પડે છે.
  • વિધિવત રીતે પૂજા અર્ચના કરી વાજતે ગાજતે સીરાની ખરીદી કરાઇ
  • ખેતરના​​​​​​​ ઝાંપે પૂર્વજોની યાદમાં સ્થાપિત કરી

ફતેપુરા તાલુકામા વર્ષોથી દેવ દિવાળીને ચૌદસને લઇને આદિવાસી સમાજ પૂર્વજોની યાદમા સીરાની ખરીદી કરવામા આવતી હોય છે. ત્યારે બુધવારે ફતેપુરા તાલુકામા ઠેકઠેકાણે આદિવાસી સમાજના લોકોએ સીરા બનાવનાર વહેચનાર મૂતિઁ કલાકારોને ત્યાથી સીરાઓની ખરીદી કરી હતી. ગામે ગામથી મોટી સંખ્યામા લોકો પોતાના કુંટુંબ, કબિલા, પરિવાર સાથે ટ્રેક્ટરો ભરી મોટી સંખ્યામા ઉમટી સીરાની ખરીદી કરી હતી. વિધિવત રીતે સીરાની ખરીદી કરી પૂજા અર્ચના કરી સીરાઓની વાજતે ગાજતે ડીજેના તાલે સીરા ખરીદી કરી પોતાના ગામના ખેતરના ઝાંપે પૂર્વજોની યાદમા સીરા સ્થાપિત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...