વાયદાઓ નિષ્ફળ:રૂપાખેડાવાદીથી ચીખલીનો રોડ ડામરનો બન્યો જ નથી, 1.5 કિ.મી.નું અંતર કાપવામાં 10થી 15 મિનિટનો સમય થાય છે

ફતેપુરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
રૂપાખેડા વાદી ફળિયાથી ચીખલી ગામને જોડતો રોડની ખખડધજ તસવીર. - Divya Bhaskar
રૂપાખેડા વાદી ફળિયાથી ચીખલી ગામને જોડતો રોડની ખખડધજ તસવીર.
  • ચૂંટણી વખતના વાયદા નિષ્ફળ, પથ્થરોથી અકસ્માતનો ભય

ફતેપુરા તાલુકાના રૂપાખેડા વાદી ફળિયાથી પશ્ચિમ દિશા તરફ નીકળતો રૂપાખેડા ચીખલી બંને ગામના સીમાડાથી પસાર થતો અને ચીખલી ઉંડવા ગામને જોડતા રોડની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયા પણ આ ગામના લોકોએ સુવિધા જોઈ નથી. વર્ષોથી માત્રને માત્ર માટી મેટલ પાથરેલી જોવા મળે છે. આજ દિન સુધી તે રસ્તાને ડામર કરવામાં આવ્યો નથી.

લોકો 1.5 કિલો મીટર રસ્તો પસાર કરવા માટે 3થી 4 ફરીને જવું પડતું હોય છે. રૂપાખેડા,ચીખલી રસ્તાની બંને બાજુના સીમાડાના લોકો ભારે હાલાકીનો સામનો સામનો કરી રહ્યાં છે. લોકોને રોજ બરોજ તે રસ્તા પરથી પસાર થવું પડતું હોય છે. જેના કારણે વાહન ચાલક હેરાન પરેશાન થઈ જવા પામ્યા છે.

રસ્તામા મોટી મોટી મેટલ હોવાના કારણે વાહન ચાલક પોતાના જીવને જોખમે મૂકવા મજબૂર બની રહ્યાં છે. ચીખલી અને રૂપાખેડા ગામ લોકોએ સરપંચ, તલાટી, તાલુકા સભ્ય, જિલ્લા સભ્ય, સાંસદ સભ્ય, તેમજ ધારાસભ્ય રમેશભાઇ કટારાને વારંવાર મૌખિક રજૂઆત કરી છતાં સમસ્યાનું નિવારણ કરવામાં આવ્યું નથી.

અમારા રસ્તા સુધી 108 આવતી નથી
અમારે કોઇ ઇમરજન્સી તકલીફ થાય તો આમારા રસ્તા સુધી 108 એમ્બ્યુલન્સ પણ આવતી નથી .એમ્બ્યુલન્સમાં બેસાડવા માટે દર્દીને ઊંચો કરી મેન રોડ સુધી લઈ જવું પડે છે. અમારા રસ્તા પર કોઇ વાહન ચાલક આવવા માટે તૈયાર નથી. - ઉદેસિંહ વણજારા, ચીખલી.

વહેલી તકે કામ કરવાની માગ કરાઇ
કેટલા નેતા આવ્યાં જતાં રહ્યાં પણ કોઈએ રસ્તાનું કામ કર્યું નથી. કોઈ બિમાર વ્યક્તિ હોય તો તે રસ્તામાં મરી જાય તેવી સ્થિતિ છે. જલ્દીથી કામ ચાલુ કરાય તેવી માગ છે. - માનસિંગ. વી. કટારા.

રોડ ડામરનો બોલે છે પણ વર્ષોથી ખરાબ સ્થિતિ
આ રસ્તો ડામર બોલે છે પણ આજદિન સુધી અમારા ગામના રોડ પર ડામરનું ડબલુ પણ આવ્યું નથી. વર્ષોથી રોડ આજ સ્થિતિમા જોવા મળે છે. - શંકર ભાણા, ચીખલી

અન્ય સમાચારો પણ છે...