આક્રોશ:ફતેપુરાથી વાયા સલરાની સ્ટેટ હાઇવેની અધૂરી કામગીરીથી લોકોમાં રોષ ફેલાયો

ફતેપુરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફતેપુરા સંતરામપુર તરફના માર્ગ પર જોવા મળતા ખાડાઓ. રીતેષ પટેલ - Divya Bhaskar
ફતેપુરા સંતરામપુર તરફના માર્ગ પર જોવા મળતા ખાડાઓ. રીતેષ પટેલ
  • કોન્ટ્રાકટર દ્વારા રોડની છેલ્લા બે ત્રણ મહિનાથી કામગીરી અધૂરી છોડી દેવાઇ

ફતેપુરાથી વાયા ગલાલપુરા સલરા થઇ સલરા મહુડા સુધીનો 7 કિલોમીટર જેટલો નવિન ડામર રોડ દાહોદ જીલ્લાની હદ સુધીનો સરકાર દ્વારા મંજુર કરવામા આવ્યો હતો. ડામર રોડ મંજુર કરાતા સ્ટેટ વિભાગ દ્વારા જવાબદાર કોન્ટ્રાકટર કંપની મારફતે કામગીરી શરુ કરાવાઇ હતી. ફતેપુરાથી સલરા સુધી સાડા 5 મીટર પોહળા ડામર રોડની કામગીરી શરૂ કરવામા આવી હતી.

કોન્ટ્રાકટર દ્વારા 4 કિલોમીટર જેટલો જ રોડ બનાવી અધુરી કામગીરી છોડી દેવામા આવી હતી. ત્યારે દાહોદ જીલ્લાની હદ સલરા મહુડા સુધી રોડની કામગીરી છેલ્લા બે ત્રણ મહિનાથી પૂર્ણ ન કરાતા સ્થાનિકોમા રોષ ફાટી નિકળયો છે. અધુરી કામગીરી પૂર્ણ કરવા લોકોની પ્રબળ માગ ઉઠવા પામી છે. ફતેપુરા સલરા મહુડા સિવાય મહિસાગર જીલ્લાની હદ સુધીનો બટકવાડા સંતરામપુરનો રોડ પણ જર્જરીત થઇ જતા આ માર્ગ રીપેર કરી નવિન બનાવવા લોકોની માગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...