ફતેપુરા તાલુકાના સલરા ગામે હાથીવેળાના વળાંકમાં અકસ્માતના બનાવો બનતા લોકોમાં રોષ ફાટ્યો હતો. વળાંકમાં બ્રિજની ફરતે રેડિયમ વાળી રેલિંગ ન લગાવતા સાંજે અને મોડી રાત્રે વાહનચાલકો રસ્તો ચૂકી જતા રસ્તાની સાઇડમાં આવેલ ખાઈમાં ઘૂસી જતા અવારનવાર અકસ્માતના બનાવો બનવા પામ્યા હતા. આ બાબતે દિવ્ય ભાસ્કરમાં પ્રકાશિત થતા સરકારમાં ઉચ્ચકક્ષા સુધી તેની નોંધ લેવાઈ હતી.
તેના અનુસંધાને તાત્કાલિક અસરથી તંત્ર સફાળુ જાગતાં હાથીવેળા તેમજ ફતેપુરા સલરા અને બટકવાડાના રોડ પર આવતા વળાંકો તેમજ અકસ્માત ઝોન જેવી જગ્યા પર સર્વે કરી સાઈન બોર્ડ અને રેડિયમ વાળી રેલિંગ ફીટ કરવાની કામગીરી શરૂ કરી છે. સાથે ફતેપુરા થી સલરા બટકવાડા સંતરામપુરને જોડતો આ માર્ગ ડબલટ્રેક કરવા તેમજ રસ્તામાં આવતા અકસ્માત નોતરે તેવા વળાંકો દૂર કરવા લોકોની પ્રબળ માંગ ઉઠવા પામી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.