તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઠેરઠેર ખાડા:ફતેપુરામાં રોડ પર ખાડાઓ પડતાં રાહદારીઓ પરેશાન

ફતેપુરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફતેપુરાના ઉખરેલીરોડ પર રસ્તાઓ પર ઠેર ઠેકાણે ખાંડાઓ પડતાં રાહદારીઓને પરેશાની વેઠવાનો વારો. - Divya Bhaskar
ફતેપુરાના ઉખરેલીરોડ પર રસ્તાઓ પર ઠેર ઠેકાણે ખાંડાઓ પડતાં રાહદારીઓને પરેશાની વેઠવાનો વારો.
  • રસ્તાની મરામત કામગીરી હાથ ધરવા લોકમાંગ ઉઠી

ફતેપુરાના ઉખરેલીરોડ પર આવેલા કરોડીયા ગામે ઠેર ઠેકાણે રસ્તા પર મસમોટા ખાડાઓ પડતા રસ્તો જર્જરિત બનતા રાહદારીઓ સહિત વાહનચાલકો હેરાન પરેશાન બન્યા છે. ફતેપુરાની બલૈયા ચોકડીથી આઇ. કે. દેસાઇ હાઈસ્કુલ સુધી ઠેર ઠેર રસ્તા પર ખાડા પડી જવા પામ્યા છે. ખાડા પડી જતા રસ્તા પર પાણી ભરાતાં માખી, મચ્છરોનો ઉપદ્રવ સહિત મોટર સાયકલો સ્લીપ થવાના બનાવો બનવા પામ્યા છે. માર્ગ મકાન વિભાગ દ્વારા સત્વરે રસ્તાની મરામત કામગીરી હાથ ધરાય તે અત્યંત જરૂરી છે.

વિભાગમાં અનેક રજૂઆતો પણ કોઇ સાંભળતું નથી
બલૈયા ચોકડીથી આઇ.કે. દેસાઇ હાઈસ્કુલ સુધી રસ્તો તુટી ગયો છે. માર્ગ મકાન સ્ટેટ વિભાગ દ્વારા રસ્તાની મરામત કામગીરી સુધ્ધા કરવામાં આવતી નથી. અનેક વખત રજુઆતો કરી છે પરંતું કોઇ સાંભળતું નથી. તાત્કાલિક અસરથી રસ્તાની મરામત કામગીરી થાય તેવી મારી માંગ છે. >હિતેશભાઇ કલાલ, ડેપ્યુટી સરપંચ કરોડીયા

અન્ય સમાચારો પણ છે...