મુશ્કેલી:ફતેપુરાની 68 પંચાયતોમાં 24 જ તલાટી ફરજ પર છે

ફતેપુરા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આદિવાસી ટાઈગર સેના દ્વારા આવેદન

ફતેપુરા તાલુકામાં 96 ગામો આવેલા છે અને 68 ગ્રામ પંચાયતો આવેલી છે. જેમાં પંચાયત મંત્રી તરીકે માત્ર 24 તલાટી કમ મંત્રીઓ ફરજ બજાવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ગામોમા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીને ચારથી પાંચ ગ્રામ પંચાયતનો ચાર્જ અપાતા લોક સુવિધાના કામો અને વહીવટી પ્રક્રિયા ખોરંભે પડ્યા છે. એક તલાટી ત્રણ થી વધુ ગ્રામ પંચાયતોનો ચાર્જ ધરાવે છે તેમાં દર ગુરુવારે તાલુકા પંચાયત કચેરીમાં તલાટીઓની મીટિંગ હોય છે.

આ ઉપરાંત બીજા-ચોથા શનિવારે રજા હોય છે જેથી તલાટીઓ કોણ ગામમાં પૂરતાં પ્રમાણમાં સમય આપી શકતા નથી. આ સંજોગોમાં ગામના અરજદારો, વહીવટી કામગીરી કે વિકાસ કાર્યોને ન્યાય નહી મળે તેવા ભય સાથે આદિવાસી ટાયગર સેના ફતેપુરા તાલુકા વિકાસ અધિકારીને આવેદન આપ્યુ હતું.