તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:ફતેપુરામા નવીન સ્મશાનગૃહની કામગીરી શરૂ કરાતા પ્રજામાં આનંદ

ફતેપુરા20 દિવસ પહેલા
 • કૉપી લિંક
ફતેપુરાની વલઇ નદી પર નવિન સ્મશાનગૃહ બનાવવા માટે શરૂ કરાયેલી કામગીરી. - Divya Bhaskar
ફતેપુરાની વલઇ નદી પર નવિન સ્મશાનગૃહ બનાવવા માટે શરૂ કરાયેલી કામગીરી.

ફતેપુરા તાલુકાના મુખ્ય મથકે સ્મશાનગૃહનો અભાવ જોવા મળતો હતો, સ્મશાનગૃહ ન હોવાથી લોકોને પોતાના દિવગંત સ્વજની અંતિમ વિધી ખુલ્લામા કરવી પડતી હતી. પાણી છાંટા વરસાદ વચ્ચે અનેક મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો હતો. લોકોએ તાલુકા કક્ષાએ સ્મશાનગૃહ બનાવવાની પ્રબળ માંગ કરતા સરકારી ગ્રાન્ટમાથી વીસ લાખ રૂપિયા ફળવાતા કોન્ટ્રાકટર દ્વારા ફતેપુરાની વલઇ નદી પર નવિન સ્મશાનગૃહ બનાવવા માટે પાયા ખોદી સ્મશાનગૃહ બનાવવાની કામગીરી શરૂ કરાઇ છે. કામગીરી શરૂ કરાતા લોકોમા આનંદની લાગણી છવાઇ છે. કોન્ટ્રાકટર દ્વારા સુવ્યવસ્થિત મજબૂત ટકાઉ સ્મશાનગૃહ બનાવાય તે અત્યંત જરૂરી છે. જેથી કરીને ચોમાસાની ઋતુમા પાણીના વહેણમા સ્મશાનગૃહની જગ્યાનુ ધોવાણ ન થાય તે જરુરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો