લોકો હેરાન:ફતેપુરા તાલુકા BSNLની ઇન્ટરનેટ સેવાઓ ખોટકાઇ

ફતેપુરા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ત્રસ્ત ગ્રાહકો અન્ય કંપનીની ઇન્ટરનેટ સેવાઓ તરફ વળ્યાં
  • BOB, SBI સહિતની સરકારી કચેરીના કામો અટવાયા

ફતેપુરા તાલુકામા છેલ્લા કેટલાયે દિવસોથી બીએસએનએલની સેવાઓ છાસવારે ખોટકાતી જોવા મળી રહી છે. વારંવાર ખોટકાતી સેવાઓને લઇને ગ્રાહકો સહિત લોકો પણ હેરાન પરેશાન બન્યા છે. છેલ્લા એક સપ્તાહથી તાલુકામા બીએસએનએલની ઇન્ટરનેટ અને બ્રોડ બેન્ડ સેવાઓ ખોટકાતા ફતેપુરાની બેન્ક ઓફ બરોડા, દેના બેક, એસબીઆઇ બેક, સહિત સરકારી કચેરીઓમા ઇન્ટરનેટ સેવાઓ બંધ રહેતા કચેરીઓ બેન્કોના કામો અટવાઇ પડયા છે.

કામકાજ માટે આવતા લોકોને ઇન્ટરનેટ સેવાઓ બંધ રહેવાથી હેરાન પરેશાન થવુ પડી રહ્યુ છે. ઇન્ટરનેટ સેવા બંધ રહેતા લોકોને ધરમ ધક્કા ખાવા પડી રહ્યા છે. દિન પ્રતિ દિન કથળતી જતી સેવાઓને લઇને લોકો હેરાન પરેશાન થઇ રહ્યા છે. બીએસએનએલ વિભાગ દ્વારા છાસવારે ખોટકાતી સેવાઓ પર યોગ્ય ધ્યાન આપી લોકો સુચારુ રુપે વ્યવસ્થા સુવ્યવસ્થિત સેવાઓ પુરી પાડવામા આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...