અકસ્માત:સુખસરમાં ટેમ્પોની ટક્કરે 3 વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો

બલૈયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આઇસરની ટક્કરે ચાલુ થયેલું ટ્રેક્ટર બોલેરોને અથડાયું
  • યુવાને જીવના જોખમે ટ્રેક્ટરને બ્રેક મારતા જાનહાની ટળી

સુખસરમાં ગુરૂવારની મોડી સાંજે સુખસર માર્કેટયાર્ડ પાસે શોપિંગ સેન્ટર સામે ઉભેલા એક ટ્રેક્ટરને ઝાલોદથી સંતરામપુર તરફ જતા એક મગફળી ભરી જતા આઇસર ટેમ્પોએ ટક્કર મારતા ગેરમા મુકેલું ટેકટર ચાલુ થઈ જતા આગળ ઉભેલી બોલેરોને ટક્કર વાગી હતી. જેમાં બોલેરોને નુકસાન થવા પામ્યો હતુ. જ્યારે ટ્રેક્ટર અમન શોપિંગ સેન્ટર બાજુ વળી જતા સુખસરના પ્રદીપભાઈ પંચાલે સમય સૂચકતા વાપરી ટ્રેક્ટર ઉપર ચડી બ્રેક મારી ટ્રેક્ટરને ઊભું રાખી દીધું હતું. જો કે જ્યારે ટ્રેક્ટર ચાલુ થયું ત્યારે આ ટ્રેક્ટરમાં એક સગીર વયનો છોકરો ટેક્ટર ઉપર બેઠેલો હતો.

જેને બ્રેક અને એક્સીલેટરની જાણ ન હોય એક્સીલેટર ઉપર પગ દબાવી દેતા ટ્રેક્ટર દોડવા લાગ્યું હતું. ત્યારે આજરોજ દિવાળીના છેલ્લા હાટ ગુરૂવારના રોજ ખરીદી માટે આવેલા લોકોમાં જીવ બચાવવાના નાસભાગ મચી જવા પામી હતી.અને તેવા જ સમયે સમય સૂચકતા વાપરી પ્રદીપભાઈ પંચાલ ટ્રેક્ટર ઉપર ચડી બ્રેક મારી ટ્રેક્ટરને ઊભું રાખી દેતા મોટી હાજાન હાની ટળી હતી. આમ બેદરકાર વાહન ચાલકોને લીધે સુખસર પંથકમાં વાહન અકસ્માતો વધી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...