ભાસ્કર વિશેષ:ફતેપુરામાં લોકોએ વાજતે ગાજતે શીરાની ખરીદી કરી

ફતેપુરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફતેપુરામા વાજતે ગાજતે શીરાની ખરીદી કરતા લોકો. - Divya Bhaskar
ફતેપુરામા વાજતે ગાજતે શીરાની ખરીદી કરતા લોકો.
  • શીરા ખરીદવા માટે આદિવાસી સમાજ કુટુંબ કબિલા સાથે પહોંચ્યા

ફતેપુરા તાલુકામા વર્ષોથી પૂર્વજોની યાદમા દેવ દિવાળી પૂર્વે ચૌદશના દિવસે શીરા સ્થાપિત કરવાની અનોખી પરંપરા ચાલતી આવતી જોવા મળી રહી છે. એજ પરંપરાના ભાગરૂપે રવિવારના દિવસે મોટી સંખ્યામા આદિવાસી સમાજના લોકો પોતાના કુટુંબ કબિલા સાથે ફતેપુરા શીરા ખરીદવા આવી પહોચ્યા હતા.

રાજસ્થાનના મુર્તિ કલાકારોને ત્યાથી 5 હજારથી લઇને 20 હજાર સુધીની કિંમતના શીરા લોકોએ ખરીદી પૂજા અર્ચના કરી ઢોલ નગારાના તાલે વાજતે ગાજતે શીરાની ખરીદી કરી હતી. મોટી સંખ્યામા ટ્રેકટરો લઇ ઉમટી પડેલા લોકો કાળી ચોદશના દિવશે પોતાના ખેતર ગામના ઝાપે સિમાડે શીરા સ્થાપિત કરશે.

ત્રણ દિવસ ચાલે છે કાર્યક્રમ
કારતક સુદી બારસ, તેરસ અને ચૌદસ એમ ત્રણ દિવસ શીરા રોપવામાં આવે છે. આદિવાસી સમાજના કુટુંબમાંથી મરણ પામનાર વ્યક્તિના નામથી શીરા બનાવવામાં આવે છે. અને ગામના પાદરે કે તેઓના ખેતર કે સીમાડામાં શીરા રોપાય છે. તેને યોગ્ય સ્થાન આપીને કારતકી ચૌદશના દિવસે તેમની પૂજા કરવામાં આવે છે. દાહોદ જિલ્લામાં દિવાળી સાથે દેવ દિવાળીનું પણ એટલુ જ મહત્વ છે ત્યારે વિવિધ પ્રકારની પરંપરાઓ વર્ષોથી ચાલતી આવતી પરંપરાઓ આજે પણ અકબંધ છે.

અન્ય સમાચારો પણ છે...