તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કેલી:ફતેપુરામાં પંચાયત પીવાનું પાણી નિયમિત નહીં આપતાં ભારે રોષ

ફતેપુરા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 3 દિવસના અાંતરે મળતું પાણી હવે 7 દિવસે મળે છે
  • મોટર બગડી, લાઇનમાં ફોલ્ટ હોવાના કારણો પ્રજાને અપાય છે

ફતેપુરામાં છેલ્લા 15 દિવસથી લોકોને ઘર વપરાશ અને પીવાનું પાણી નિયમિત ન મળતા લોકોને પાણી માટે વલખાં મારવાનો વારો આવ્યો છે. ફતેપુરાના લોકોને સરળતાથી ઘર આંગણે પીવાનું ઘર વપરાશનું પાણી મળી રહે તે માટે સરકાર દ્વારા ભાણાસિમળ યોજના લાગુ કરી પાણી અપાઇ રહ્યું છે.

પરંતુ ફતેપુરાના પંચાલ ફળિયા વિસ્તાર, અંબાજી મંદિર વિસ્તાર, પાછલા પ્લોટ, મેઇન બજાર વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી ગ્રામપંચાયત દ્વારા આંતરે દિવસે અપાતું પાણી 5 દિવસ 7 દિવસના અંતરે અપાતા લોકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. નિયમિત પાણી ન મળતા લોકોને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. પાણી ન મળતા લોકોને ટેન્કર મારફતે પણ પાણી વેહેંચાતુ લેવાનો વારો આવ્યો છે.

નિયમિત પાણી ન મળતા લોકો દ્વારા રજૂઆત કરાતા ભાણાસિમળથી પાણી આવતું ન હોવાનું, મોટર બગડી હોવાના, લાઇટ ન હોવાના, લાઇનમાં ફોલ્ટ હોવાના કારણો અપાય છે. ફતેપુરા ગ્રામપંચાયત અને ભાણાસિમળ પાણી પુરવઠા વિભાગ દ્વારા ફતેપુરાની જનતાને નિયમિત પાણી સપ્લાય થાય તેવી વ્યવસ્થા કરવું જરૂરી બન્યુ છે.

અન્ય સમાચારો પણ છે...