કોરોનાનો કહેર:ફતેપુરામાં શનિવારી હાટ બજાર ભરાતા માનવ મહેરામણ ઊમટયું

ફતેપુરા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધાંણીખુટના યુવાનનો કોરોના પોઝેટીવ આવતા તંત્ર દોડતુ થવાની સાથે હાટ બજાર ભરાયું હતું - Divya Bhaskar
ધાંણીખુટના યુવાનનો કોરોના પોઝેટીવ આવતા તંત્ર દોડતુ થવાની સાથે હાટ બજાર ભરાયું હતું
  • હાટ બજારથી સંક્રમણની શક્યતાથી સ્થાનિકોમાં કચવાટ
  • હાટ બજારમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ તથા લોકો માસ્ક વગર ફરતા જોવા મળ્યાં

ફતેપુરા તાલુકામાં ધાંણીખુટના યુવાનનો કોરોનાનો પોઝેટીવ કેસ આવતા તંત્ર દોડતુ થયું છે. ત્યારે કોરોનાનો અસરગ્રસ્ત રાજેશભાઈ કામકાજ અર્થે ફતેપુરા મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરી આવતા તેના સંપર્કમાં અનેકો લોકો આવ્યા છે.  

સંક્રમણથી કોરોનાના કેસો ન વધે તે તંત્ર ધ્યાન રાખે તે જરૂરી
રાજેશભાઈએ આરોગ્ય વિભાગને સાથ સહકાર ન આપી ટ્રાવેલહિસ્ટ્રી ન જણાવતાં તંત્ર પણ મુઝવણમાં મુકાયું છે. રાજેશભાઈના સંપર્કમાં આવેલ મામલતદાર કચેરીના ત્રણ લોકોને કોરોન્ટાઇન કરવા પડયા છે. અગાઉ પણ ઢઢેલા ગામે કોરોનાનો કેશ નોધાવા પામ્યો હતો. તાલુકામાં કોરોના ના પોઝેટીવ કેસો બહાર આવવાની સાથે જ ફતેપુરામાં આજરોજ શનિવાર હાટ બજાર ભરાતા હાટ બજારમાં શોસિયલ ડીસડન્સીગનો અભાવ જોવા મળ્યો હતો. મોટા ભાગે લોકોના મો પર માસ્કનો અભાવ જોવા મળ્યો હતો. કોરોનાના નોંધાતા કેશો વચ્ચે તાલુકામાં હાટ બજાર ભરાતા લોકોમાં સક્રમણ વધવાનો ભય ભેલાયલો જોવા મળી રહ્યો છે. જવાબદાર તંત્ર દ્વારા તાલુકામાં સંક્રમણથી કોરોનાના કેશો ન વધે તે બાબતનુ ધ્યાન રાખી આ દિશામાં યોગ્ય પગલાં ભરવામાં આવે તે અત્યંત જરુરી છે.

અન્ય સમાચારો પણ છે...