તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ જિલ્લામાં અલગ અલગ ત્રણ જગ્યાએથી વાહનોમાં હેરાફેરી કરતો રૂપિયા 2.43 લાખ ઉપરાંતનો વિદેશી દારૂ સાથે ત્રણને ઝડપી પાડ્યા હતા. દારૂ તથા બે ફોર વ્હીલર અને એક બાઇક મળી કુલ રૂપિયા 5.70 લાખના ત્રણ વાહનો મળી કુલ 8.13 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી. દાહોદ જિલ્લાના રંધીકપુર પોલીસ મથકના પી.એસ.આઇ. જે. એલ.પટેલ તથા સ્ટાફ ગતરોજ કાળીયારાઇ આ.પો. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. ત્યારે મળેલી દારૂની બાતમી આધારે સીંગાપુર ઘાટા ઉપર હનુમાનજીના મંદિર પાસે નાકાબંધીમાં હતા.
ત્યારે લીમડી તરફથી બાતમી વાળી જીજે-06-એલકે-4184 નંબરની સ્વિફ્ટ ગાડી આવતા તેને રોકવાનો સંકેત કરતાં ચાલકે ગાડી પલટાવી લીમડી તરફ ભગાવી મુકતા પોલીસે પીછો કરતાં થોડે દૂર આર.સી.સી. પિલ્લર સાથે અથડાવતાં ગાડી પલ્ટી ખાઇ ગઇ હતી અને ડ્રાઇવર વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં રહેતા મનોજ છાજુરામ રાજપુતને ઇજાઓ થઇ હતી. ગાડીમાં તપાસ કરતાં વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ 275 બોટલ જેની કિંમત રૂપિયા 1,76,590નો જથ્થો મળી આવ્યો હતો.
દારૂ, કાર અને એક મોબાઇલ મળી મુદ્દામાલ કબ્જે લઇ ઝડપાયેલા ડ્રાઇવર વિરૂદ્ધ દારૂ તથા પોતાનું વાહન રાહદારીઓની જિંદગી જોખમાય તે રીતે હંકારી લાવી પલ્ટી ખવડાવી પોતાના શરીરે ઇજા કરી નુકસાન કરતાં રંધીકપુર પોલીસે તેની સામે ગુનો નોંધ્યો હતો. જ્યારે સાગટાળા પી.એસ.આઇ. એ.એ.રાઠવા તથા સ્ટાફ ફાંગીયા ફોરેસ્ટ નાકા ઉપર વાહન ચેકીંગમાં હતા. ત્યારે દારૂની બાતમી આધારે માંડવ ગામે વેડ ફળીયામાં વોચમાં ઉભા હતા. ત્યારે સામેથી બાતમી વાળી નંબર વગરની બોલેરો જીપ આવતાં તેનો ચાલક પોલીસને જોઇ ગાડી મુકી ખેતરોમાં થઇ ભાગવા લાગતા પોલીસે પીછો કર્યો હતો પરંતુ હાથ લાગ્યો ન હતો.
જ્યારે ગાડીમાં તપાસ કરતાં વિદેશી દારૂ તથા બિયરના ટીનની પેટીઓ નંગ 51 જેમાં કુલ ટીન બિયર 1224 જેની કિંમત રૂપિયા 1,40,760ની મળી આવી હતી. દારૂ વાહન મળી કુલ રૂપિયા 4,40,760નો મુદ્દામાલ પોલીસે જપ્ત કરી ભાગી ગયેલા ચાલક વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો.તેવીજ રીતે ફતેપુરા પોલીસે પણ રાજસ્થાનથી લવાતો અંગ્રેજી દારુ સાથે મોટર સાયકલ સહિત બે ખેપિયાઓને ઝડપી પાડ્યા હતા.
ફતેપુરામા રાજસ્થાન તરફથી બે ખેપિયા મોટર સાયકલ પર દારુ લાવતા હોવાની બાતમી ફતેપુરા પી.એસ.આઇ. સી.બી.બરંડાને મળતા વડવાસ ગામે વોચ ગોઠવી Gj -16-AE-0301 નંબરની મોટર સાયકલ ઉપર અંગ્રેજી દારુ લઇને આવતા નાના સલરા ગામના નટવરભાઇ રમણભાઇ નિસરતા, મગનભાઇ અણગારભાઇ નિસરતાને બિયર, વ્હીસ્કી, મેગડોલ સહિત રૂપિયા 25920નો જથ્થો તથા મોટર સાયકલ મળી રૂપિયા 45920ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તેમની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યયવાહી હાથ ધરી હતી.
લકડી પોયડાથી...
રિઝર્વ વ્હીસ્કી નંગ-03 જેની કિંમત રૂપિયા 300 તથા રોયલ સ્ટેગ ડીલક્ષ વ્હીસ્કી નંગ-02 જેની કિંમત રૂપિયા 200 તથા રીત્સ ગોલ્ડન રીઝર્વ વ્હીસ્કી નંગ-01 જેની કિંમત રૂપિયા 100 તથા પ્રિંસ દેશી મદિરા બોટલ નંગ 310 જેની કિંમત રૂપિયા 15,500 તથા કિંગ ફીશર સ્ટ્રોંગ બિયર નંગ-129 જેની કિંમત રૂપિયા 12,900 તથા એક મોબાઈલ ફોન નંગ-1 જેની કિંમત રૂપિયા 2000 તથા રોકડા રૂપિયા 700 તથા બાઈકની કિંમત રૂપિયા 20,000ની સહિત કુલ રૂપિયા 78,493નો મુદ્દામાલ ઝડપી પાડી (1)વિક્રમભાઈ સોમાભાઈ બારીયા રહે.
લકડી પોયડા તાલુકા લુણાવાડાને ઝડપી પાડવામાં આવ્યો હતો. જ્યારે અન્ય આરોપી (2)કમલેશભાઈ રયજીભાઈ બારીયા રહે.લકડી પોયડા તાલુકા લુણાવાડાની ઘટનાસ્થળે નહીં હોવાથી તેને ઝડપી પાડવા પોલીસે કાયદેસરની તપાસ હાથ ધરી ચક્રો ગતિમાન કર્યા હતા.
પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.