તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભારતમાતા, મહાકાળી માતા, ગુરુગોવિદ, માવજી મહરાજ સહિત 17 મુર્તિની પ્રાણ પ્રતિષ્ઠા- ધારાસભ્ય કુબેરભાઇ ડીંડોરે કરી હતી.
માનગઢધામ ખાતે માગશરી પુનમ નિમિતે ધારાસભ્ય કુબેરભાઇ ડીંડોરના હસ્તે આજરોજ ભારતમાતા, સબરીમાતા સહિત અન્ય દેવી દેવતાઓ અને સંતોની 17 જેટલી પ્રતિમા સ્થાપિત કરી હવન કાર્યક્રમ યોજી મંદિર બનાવી પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ કરવામા આવ્યો હતો. માનગઢ ધામ ખાતે ગાયત્રી પરિવારના મહંત રામજી ગુરુજી સહિત ગાયત્રી પરિવારના લોકો આજુ બાજુના સંતો મહંતોની હાજરીમા 24 કુંડી ગાયત્રી યજ્ઞ કરી સંતરામપુર તાલુકાના ધારાસભ્ય કુબેર ડીંડોરે ભારત માતા, અંબે માતા,મહાકાળી માતા, સરસ્વતી માતા,ગુરુગોવિંદ, બિરસા મુંડા, વાલ્મિકી ઋસી, એકલ્વય, શબરી માતા, જયોતીસર મહારાજ, સહિત 17 જેટલી પ્રતિમાઓની પ્રાણ પ્રતિષ્ઠા કરી હવન કર્યુ હતું. આ પ્રસંગે મહિસાગ ભાજપ પ્રમુખ દશરથભાઇ બારીયા, સંતરામપુર નગરપાલિકા પ્રમુખ સહિત મોટી સંખ્યામા ભાજપ અગ્રણીઓ હાજર રહ્યા હતા.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.