તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ફતેપુરા તાલુકાની બેંકોમા સરકારી નાણાં સહાયની રકમ ઉપાડવા માટે સોમવારના રોજ બેન્કો પર ખેડૂતોની લાંબી કતાર જામી હતી. દેશના વડાપ્રધાન દ્વારા ઓનલાઇન સિસ્ટમના માધ્યમથી એક સાથે દેશના ખેડૂતોના ખાતામાં 18000 કરોડ રૂપિયા જમા કરાવાતા ખાતામાં સરકારી નાણાંની સહાયની રકમ ઉપાડવા માટે ફતેપુરાની બેન્ક ઓફ બરોડા, દૈના બેન્ક આગળ ખેડૂતોનો ધસારો જોવા મળ્યો હતો.
જ્યારે વિરપુર તાલુકાની બેન્ક ઓફ બરોડા અને એસબીઆઈ બેન્કોમાં પણ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા. આ બંને બેન્કોમાં રજાઓ બાદ ખાતેદારોની ભારે ભીડ જોવા મળી હતી અને ખાસ કરીને લોકોમાં કોરોનાને લઈને કોઈ પણ પ્રકારની સાવચેતી જોવા નહોતી મળી આવી. ભીડ હોવા છતાં પોલીસ ભીડને વિખેરવા હાજર રહી નહોતી. સ્પષ્ટ રીતે તંત્રની બેદરકારી જોવા મળી રહી છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.