ભાસ્કર વિશેષ:બટકવાડાના રોડની કામગીરીમાં વળાંક દૂર કરવા માગ

ફતેપુરા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રસ્તાની કામગીરીમા વેઠ ઉતારાતા કાંકરીઓ ઉખડી પડી : વળાંકથી અકસ્માતનો ભય
  • પેટા કોન્ટ્રાકટરોને કામગીરી સોંપાતા કામગીરીમાં વેઠ ઉતારી

ફતેપુરાથી ગલાલપુરા સલરા બટકવાડા મહુડા સુધીનો સંતરામપુર તરફના રોડમા ડામર રસ્તાની કામગીરી સુવ્યવસ્થિત ન કરાતી હોવાની બુમો લોકો મા ઉઠવા પામી છે. દાહોદ જીલ્લાની હદમા અને મહિસાગર જીલ્લાને જોડતા સાત કિલોમીટરના નવિન ડામર રોડમા સરકાર દ્વારા મંજુર કરાયેલ કંપની દ્વારા કામગીરી ન કરી પેટા કોન્ટ્રાકટરોને કામગીરી સોંપી દેવાતા કામગીરીમા વેઠ ઉતારાતી હોવાની બુમો લોકો કરી રહ્યા છે.

રસ્તાની કામગીરીમા પ્લાન એસ્ટીમેન્ટ પ્રમાણે મટીરીયલ ન વાપરી જયા ત્યા ડામર પાથરી રસ્તો સરખો ન કરી પુરતા પ્રમાણમા રોલર પણ ન ફેરવી કામગીરીમા વેઠ ઉતારવામા આવી રહી છે. નવિન રસ્તાની કામગીરીમા અનેક જગ્યા પર ખાડા ટેકરાઓ જોવા મળી રહ્યા છે. હાલમા જ બનાવેલ રોડમા કપચી ઉખડીને ખરી પડી છે. બીજી તરફ હાથી વેળાનો વળાંક પણ સીધો કરવામા આવ્યો નથી. ફતેપુરાથી બટકવાડા સંતરામપુરના રોડની કામગીરી સુવ્યવસ્થિત કરાય તેવી લોકોની પ્રબળ માગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...