અખિલ ભારતીય કિસાન સભા દાહોદ જિલ્લા સમિતિ દાહોદ દ્વારા ફતેપુરા તાલુકા મામલતદાર મારફતે મુખ્યમંત્રી સમક્ષ 10 જેટલા મુદ્દાઓ સાથે વિવિધ માંગણીઓ માટે આવેદનપત્ર આપ્યાનું જાણવા મળે છે. ફતેપુરા મામલતદારે આવેદનપત્રને મુખ્યમંત્રી સુધી પહોંચાડવાની બાંહેધરી આપી હતી.
દાહોદ જિલ્લા કિસાન સભા સમિતિ દાહોદ દ્વારા ફતેપુરા તાલુકા મામલતદારને વિવિધ 10 મુદ્દાઓની માંગણી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. તેમાં વર્ષ 2005 વન અધિકાર કાનૂન હોવા છતાં આદિવાસી કિસાન ખેડૂતોની જંગલની જમીન તેમજ સરકારી ખરાબાની જમીન છેલ્લા 30થી 45 વર્ષો સુધી જમીન ખેડાણ કરી ભોગવટો કરતા કિસાન ખેડૂતોને 7/12 તથા 8-અમાં નામો દાખલ કરી કાયમી હક આપવા અને તેઓનો ભોગવટો કરતાં જમીનમાં સરકારી દવાખાના, પંચાયત ઓફિસો, આંગણવાડીઓ વિગેરેનું બાંધકામ કરવાનું બંધ કરવા તેમજ આદિવાસી ગરીબ પછાત કિસાન ખેડૂતોને હેરાન પરેશાન કરવાનું બંધ કરવા અને આ જમીનો ઉપર ભોગવટો કરતાં આદિવાસી કિસાન ખેડૂતોની જમીન કાયમી કરાવવા માટે જણાવવામાં આવ્યું છે.
તેમજ કિસાન ખેડૂત ખેત મજૂરના સરકારી, અર્ધસરકારી ખાનગી ફાઈનાન્સ,વિદેશી મહિલા ફાઇનાન્સો દાહોદ જિલ્લામાં ફતેપુરા, ઝાલોદ તાલુકા કક્ષાએ મહીસાગર જિલ્લાના સંતરામપુર, લુણાવાડા ખાતે વિદેશી મહિલા ફાઇનાન્સો છે. આ ફાઇનાન્સો અભણ,પછાત, ગરીબ ગામડાની મહિલાઓને આ બેંકો દેવાદાર બનાવી રહી છે તો આ વિદેશી મહિલા ફાઇનાન્સની ઉચ્ચકક્ષાએથી કાનૂની તપાસ કરીને આ તમામ દેવા માફ કરવા પણ માગણી કરાઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.